જે. એમ. બક્ષી
રોઝી એક એન્કરેજ બંદર છે. અહીં જીએમબીએ 400 મીટર્સની જેટ્ટીનું બાંધકામ કર્યું છે, જેને ખાનગી જેટ્ટી તરીકે ભાડાપટ્ટે આપવામાં આવી છે, જેથી બેડીબંદર ઉપર આવતા વેસલ્સના કાર્ગોનું સંચાલન કરી શકાય. આમાંથી 100 મીટર્સની લંબાઇ તથા યોગ્ય બેક-અપ ધરાવતા વિસ્તારને મેસર્સ જે.એમ.બક્ષી એન્ડ કંપનીને ભાડાપટ્ટે આપવામાં આવ્યો છે
ગુજરાતમાં કંપનીના વિકાસ પ્રોજેક્ટ્સને આગળ ધપાવતા તથા સંપૂર્ણ યાંત્રિક માધ્યમથી નિકાસ અને આયાતમાં મદદરૂપ બનવા માટે કંપની રોઝી (જામનગર) ખાતે વર્ષ 1998થી પોતાની જેટ્ટી ચલાવી રહી છે. (ગુજરાત મેરિટાઇમ બોર્ડ પાસેથી ભાડાપટ્ટે). કંપનીના યુએસએના એમઓએસએઆઇસી (MOSAIC)ના સિદ્ધાંતો પ્રમાણે જેટ્ટી કન્વેયર્સ, હોપર્સ અને બેજીંગ પ્લાન્ટ્સથી સંપૂર્ણપણે સજ્જ છે અને તે બલ્ક કાર્ગોના લોડીંગ અને અનલોડીંગ માટે આદર્શ છે. રોઝી જેટ્ટી ઉપરથી એન્જરેજ થતાં પેનામેક્સ કદના વેસલ્સ માટે અદ્યતન 3 ફ્લોટીંગ ક્રેન્સ, એસપી /ડમ્બ બર્જીસ/ આયાતના સંચાલન માટે ટગ્સની સુવિધા છે.
આ જેટ્ટી વેસલ્સ વર્કિંગ એન્કરેજથી આશરે ત્રણ માઇલ દૂર છે. રોઝી જેટ્ટી પાસે બેક-અપ વિસ્તાર છે, જેને કંપની દ્વારા કાર્ગો કામગીરી માટે સીમેન્ટીંગ કરીને વિકસાવવામાં આવ્યું છે. આ ઉપરાંત બાઉન્ડ્રી વોલની સાથે ઓફિસ કોમ્પલેક્ષ બાંધવામાં આવ્યું છે, જે બલ્ક અને બાર્જ્ડ કાર્ગોના સંચાલન માટે પે લોકર્સ, એક્સકેવેટર્સ અને અન્ય એકમો સાથે મોબાઇલ ઉપકરણોથી સજ્જ છે.
સ્પર્ધાત્મક બનવા અને સારા બેસલ ડિસ્ચાર્જ રેટ ઓફર કરવા (પ્રત્યેક હવામાન કામકાજના દિવસ માટે 10000 એમટીએસ) કંપનીએ જેટ્ટી ઉપર 30,000 એમટીએસની સ્ટોરેજ ક્ષમતા ધરાવતા બલ્ક વેરહાઉસનું નિર્માણ કર્યુ છે અને તેમાં બેગીંગ પ્લાન્ટ્સ, કન્વેયર્સ, એક્સકેવેટર્સ, પેલોડર્સ અને તાલીમપ્રાપ્ત કામદારોનો સહયોગ મળી રહે છે. એન્કરેજ ખાતે રોકાણના ઓછા સમયમાં વેસલના ઝડપી રવાનગી ઉપર ધ્યાન આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર (બેડી પોર્ટ એન્કરેજ) ખાતે જુલાઇ, 1998માં સૌપ્રથમવાર પેનામેક્સ કદના જહાજનું સંચાલન જે.એમ. બક્ષી દ્વારા કરવામાં આવ્યું હતું અને આશરે 56,000 એમટીએસ કાર્ગોની આયાત થઇ હતી. બેડી ખાતે રોઝી જેટ્ટી મારફતે સમગ્ર કામગીરીનું સંચાલન કરાયું હતું ત્યારથી જ ઘણાં પેનામેક્સ કદના જહાજનું સંચાલન થઇ રહ્યું છે.
| સુવિધા નામ | રોઝી જેટ્ટી |
| સ્થાન | બેડી ગ્રુપ ઓફ પોર્ટ્સ, વાલ્સુરા રોડ, તાલુકા,;
જામનગર, જિલ્લો : જામનગર
અક્ષાંશ - 22 ડિગ્રી. 34'.152" ઉ
રેખાંશ - 070 ડિગ્રી 02'.500" પૂ |
| સુવિધા પ્રકાર | ખાનગી જેટ્ટી – જીએમબી સાથે ભાડાપટ્ટાના કરાર ઉપર. |
| સુવિધા પ્રકાર | માલવાહક બંદર |
| ઉદ્યોગ વિશે વિગતો આધારભૂત | લાગુ પડતું નથી. |
|---|
| કોમોડિટીઝ ના પ્રકાર નિયંત્રિત | આયાતઃ ખાતરો (ડીએપી/એમઓપી/યુરિયા/કે-મેગઃ નિકાસઃ સોયાબીન મીલ/ઘઉં/ચોખા |
|---|
| શિપયાર્ડ કિસ્સામાં બનાવટના વાસણોના (પ્રકાર) | લાગુ પડતું નથી |
|---|
| રેલ અને રોડ નેટવર્ક | વિન્ડમીલ ગુડ્સ સ્ટેશન – રોઝી બંદરેથી 12 કિમીના અંતરે, અંતરિયાળ વિસ્તાર સાથે સારું માર્ગ જોડાણ. |
|---|
| સ્ટીમર્સ સાથે કોમ્યુનિકેશન | વીએચએફ અને મોબાઇલ સંપર્ક મારફતે |
|---|
| ચાર્ટ્સ | બીએ ચાર્ટ નં. 682 – કચ્છનો અખાત |
|---|
| એન્કરેજ | અક્ષાંશ. : 22ડિગ્રી 37' 2" ઉ, રેખાંશ. : 070 ડિગ્રી 4' 1" પૂ
અક્ષાંશ. : 22 ડિગ્રી 37' 68" ઉ, રેખાંશ : 070 ડિગ્રી 03' 6" પૂ
રોઝી એન્કરેજ ચાર્ટ નં. 2027 |
|---|
| ડ્રાફ્ટ | કોઇપણ ડ્રાફ્ટ નિયંત્રણ નહીં – એન્કરેજ બંદર તરીકે |
|---|
| પાઇલોટેજ | એન્કરેજ બંદર – પાઇલોટ સુવિધાની આવશ્યકતા નથી. |
|---|
| દરિયાઇ લાક્ષણિકતાઓ (મીટરમાં) | એચએચડબલ્યુ (HHW) : એમએચએચડબલ્યુ (MHHW) : 5.90 એમએલએચડબલ્યુ (MLHW) : 5.40 એમએચએલડબલ્યુ (MHLW) : 1.90 એમએલએલડબલ્યુ (MLLW) : 1.00 એમએસએલ (MSL) : |
|---|
| હાર્બરની રચના | કન્કેટીંગ બ્રિજ સાથે 100 મીટર જેટ્ટી અને બુલ બેક વિસ્તાર 100x138 મીટર્સ. |
|---|
| દિશાસૂચન માટેના સાધનો | ઉપલબ્ધ નથી |
|---|
| યાંત્રિક સવલતો અને સાધનો | જેટ્ટી કન્વેયર્સ, હોપર્સ અને બેગિંગ પ્લાન્ટ્સથી સંપૂર્ણ રીતે સજ્જ છે, જે બલ્ક કાર્ગોના લોડીંગ અને અનલોડીંગ માટે આદર્શ છે. આ સાથે પે લોડર્સ, એક્સકેવેટર્સ અને અન્ય એકમો જેવા મોબાઇલ ઉપકરણો ઉપણ ઉપલબ્ધ છે, જેનાથી બલ્ક અને બેગ્ડ કાર્ગોનું સંચાલન કરી શકાય છે. |
|---|
| ટ્રાન્ઝિટ શેડ અને ગોડાઉન | 30,000 ટનની ક્ષમતા ધરાવતા બલ્ક વેરહાઉસ (41176 ચોરસ ફુટ) |
|---|
| ભવિષ્યના વિકાસ આયોજનો | બીજી 100 મીટર જેટ્ટીના બાંધકામ / વિકાસ સાથે કનેક્ટિંગ બ્રિજ તથા અંદાજે 100x170 મીટર બેક-અપ વિસ્તાર માટે જીએમબી સાથે કરાર ઉપર હસ્તાક્ષર. |
|---|
| વેબસાઇટ | www.jmbaxi.com |
|---|
| સંપર્કની વિગતો | જે.એમ. બક્ષી એન્ડ કંપની, , "દુબાશ હાઉસ",
15, જે.એન. હેરેડિયા માર્ગ, બાલાર્ડ એસ્ટેટ,
મુંબઇ – 400 001
ફોન. +91 22 22616451 / 22675122 |