શોફ્ટ
શોફ્ટ આજે પ્રમાણીત શિપયાર્ડ છે અને વર્ષ 1987માં શિપ એન્ડ આઉટફીટ કોન્ટ્રેક્ટીંગ એન્ડ મેન્યુ. કંપની તરીકે તેની કામગીરીનો પ્રારંભ થયો હતો.
લગભગ છેલ્લાં 20 વર્ષથી શોફ્ટ વિવિધ પ્રકારના શિપબિલ્ડિંગ પ્રોજેક્ટ્સમાં જવાબદાર કોન્ટ્રાક્ટર્સ તરીકે કાર્યરત છે તથા તે વિવિધ શિપયાર્ડ્સમાં પણ કામગીરીનો અનુભવ ધરાવે છે. વિવિધક્ષેત્રે કાર્યરત શોફ્ટે વર્ષ 2004માં પોતાનું શિપબિલ્ડિંગ યાર્ડ શરૂ કર્યું. અદ્યતન ઉપકરણોથી સજ્જ આ મદ્યમકદનું શિપયાર્ડે અત્યાર સુધીમાં 40 વેસલ્સનું નિર્માણ કરીને તેની ડિલિવરી કરી છે. તાજેતરમાં જ તેણે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય પાસેતી યુદ્ધ જહાજ બનાવવા માટેનું પણ લાયસન્સ પ્રાપ્ત કર્યું છે. વર્તમાન સમયમાં શોફ્ટનું ધ્યન ભરૂચ ખાતે આવેલા પોતાના શિપયાર્ડને વિકસાવવાનું તથા તેનું આધુનિકિકરણ કરવાનું છે, જેથી અસરકારક ઉત્પાદન સુવિધાઓ સાથે શ્રેષ્ઠ વેસલ્સનું નિર્માણ કરી શકાય અને તેની મદદથી વાણિજ્ય અને સંરક્ષણક્ષેત્રને ઝડપથી ડિલિવરી આપી શકાય.
શિપબિલ્ડિંગના વિવિધ પાસાઓમાં અનુભવી નેવલ આર્કિટેક્ટ્સ, એન્જિનિયર્સ, ટેકનીકલ સુપરવાઇઝર્સ અને સમર્પિત કામદારોની ટીમ શોફ્ટની તાકાત છે. જબાજ બાંધકામ, એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિકલ આઉટફીટ્સ, સિટ્સમ ઇન્ટિગ્રેશન વગેરે બાબતોમાં શોફ્ટ સક્ષમ છે.
વોટરફ્રન્ટ
સાઉથ યાર્ડમાં વોટરફ્રન્ટની લંબાઇ 540 મીટર્સ છે.
સ્લિપવેઝ
એ) 18 મી. પહોળો સ્લીપવે – 70 મીટર લાંબી વેસલ્સ માટે યોગ્ય.
બી) 22 મી. પહોળો સ્લીપવે – 120 મીટર લાંબી વેસલ્સ માટે યોગ્ય.
સી) 36 મી. પહોળો સ્લીપવે – 150 મીટર લાંબી વેસલ્સ માટે યોગ્ય.
શોફ્ટની બાંધકામ શ્રેણી અને પ્રોડક્ટ્સ તથા સેવાઓમાં નીચેનાનો સમવેશ થાય છેઃ
- કાર્ગો વેસલ્સ, પ્રોડક્ટ / 9000 ટન ડીડબલ્યુટી (DWT) સુધીના બલ્ક કેરિયર, ટગ્સ, લોન્ચિસ, ફેરીઝ, પોન્ટોન્સ, બેરેજીસ, ફીશીંગ વેસલ્સ, ડ્રેજર્સ વગેરે.
- તમામ પ્રકારના ઓફશોર વેસલ્સ
- ભારતની જાહેરક્ષેત્રની ડિફેન્સ શિપયાર્ડ્સ સાથે એફપીવી (FPV)ના બાંધકામ માટે ચાવીરૂપ જોડાણો. ઓપીવી (OPV), એઓપીવી (AOPV)અને સબમરીન્સ.
- અફ્લોટ રિપેર્સ, મોટા રિફ્ટ્સ અને કન્વર્ઝેશન્સ.
- સ્થાનિક અને વિદેશી નોલેજ પાર્ટનર્સ સાથે પ્રાથમિક અને વિગતવાર ડિઝાઇન માટે જોડાણ.
| નામ | શોફ્ટ શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ |
| સ્થાન | કલાધર ગામ, વાગરા તાલુકા , દહેજ રોડ, ભરૂચ, ગુજરાત, ભારત.
અક્ષાંશ : 21° 41' ઉત્તર
રેખાંશ : 73° 01' પૂર્વ |
| સુવિધા પ્રકાર | શિપયાર્ડ |
| સુવિધા પ્રકાર (ડાયરેક્ટ બેર્થીંગ/માલવાહક હોડી/બધા હવામાન/ફેર હવામાન) | ઉપરોક્ત મૂજબ |
| ઉદ્યોગ વિશે વિગતો આધારભૂત | શિપિંગ કંપનીઓ, પોર્ટ ટ્રસ્ટ, મેરિટાઇમ બોર્ડ્સ, ઓઇલ અને ગેસ, ઓફશોર ઇન્ડસ્ટ્રિઝ અને સંરક્ષણ ક્ષેત્ર. |
|---|
| આયાત-નિકાસ થતી વસ્તુઓ | લાગુ પડશે નહીં. |
|---|
| બિલ્ટ જહાજોના પ્રકાર (શિપયાર્ડ કિસ્સામાં) | વાણિજ્યિક વેસલ્સ:
મીની બલ્ક કેરિયર્સ
ઓફશોર સપ્લાય વેસલ્સ
ડીપી 2 સિસ્ટમ સાથે એકોમોડેશન બાર્જ અને 8 પોઇન્ટ મૂરીંગ સિસ્ટમ
વોટર ઇન્જેક્શન ડ્રેજર
ક્રેન બર્જીસ
એલપીજી સિલિન્ડર કેરિયર
મલ્ટી યુટિલિટ ક્રાફ્ટ્સ
ટગ્સ
ડેક લોડીંગ બર્જીસ
ડ્રેજ સપોર્ટ બર્જીસ
સર્વાઇવલ એટ સી ટ્રેનિંગ ફેસિલિટિ વેસલ સંરક્ષણ પ્રોજેક્ટ્સ:
ઓફશોર પેટ્રોલ વેસલ્સ
એમ્યુનિશન કમ ટોર્પેડો કમ મિસાઇલ્સ બર્જ
ફ્રી વોટર બર્જ
ટોર્પેડો લોન્ચ એન્ડ રિકવરી વેસલ
સબમરીન સંબંધિત ઉપકરણો / માળખા માટે સબકોન્ટ્રાક્ટ કામગીરી તથા સિસ્ટમ ઇન્સ્ટલેશન્સ |
|---|
| રેલ અને રોડ નેટવર્ક | એ) રોડમાર્ગ – ભરૂચ દહેજ હાઇવેથી 2.5 કિમી.
બી) રેલવે – ભરૂચ રેલવે સ્ટેશનથી 36 કિમી.
સી) હવાઇમાર્ગ – વડોદરા/સૂરત એરપોર્ટથી 90 કિમી. |
|---|
| સ્ટીમર્સ સાથે સંદેશાવ્યવહાર | લાગુ પડતું નથી. |
|---|
| ચાર્ટ્સ | ખંભાતનો અખાત અને સ્થઆનિક પાઇલોટ |
|---|
| એન્કરેજ | દહેજ |
|---|
| ડ્રાફ્ટ (આ બેર્થીંગ માળખું, વર્તુળ અને ચેનલ દેવાનો) | બર્થીંગ માળખા ઉપર – 12.0 મીટર સૌથી વધુ ભરતી તથા 0.6 મીટર ઉપર સૌથી ઓછી ભરતી. ચેનલ ઉપર – 6 મીટર સૌથી વધઉ ભરતી અને 0 મીટર ઉપર સૌથી ઓછી ભરતી. |
|---|
| પાઇલોટેજ | દહેજ પાઇલોટેજ |
|---|
| દરિયાઇ લાક્ષણિકતાઓ (મીટરમાં) (એચ.એચ.ડબલ્યુ, એમ.એચ.એચ.ડબલ્યુ, એમ.એલ.એચ.ડબલ્યુ, એમ.એચ.એલ.ડબલ્યુ, એમ.એલ.એલ.ડબલ્યુ, એમ.એસ.એલ – મીટર માં) | એચએચડબલ્યુ (HHW), એમએચએચડબલ્યુ (MHHW), એમએલએચડબલ્યુ (MLHW), એમએચએલડબલ્યુ (MHLW), એમએલએલડબલ્યુ (MLLW), એમએસએલ (MSL) – મીટર્સમાં |
|---|
| હાર્બરની રચના | બર્થીંગ પુન્ટોન્સ સાથે આઉટફીટીંગ બર્થ |
|---|
| દિશાસૂચન માટેના સાધનો | દહેજથી શિપયાર્ડ ઉપર ચેનલમાં દિવસ દરમિયાન નેવિગેશન માટે પાઇલોટેજ મૂજબ |
|---|
| યાંત્રિક સવલતો અને સાધનો | સીએનસી પ્લેટ કટીંગ શોપ
પ્લેટ ફેબ્રીકેશન શોપ
પાઇપ ફેબ્રીકેશન શોપ
વિન્ચીસ, સેપ્સટોન, હાઇડ્રોલીક ફીટીંગ/લોવરીંગ સિસ્ટમ, હાઇડ્રોલીક જેક્સ અને ટ્રોલીઝ જેવા સ્લીપવે લોન્ચીંગ માટે જરૂરી તમામ સુવિધાઓ.
તમામ પ્રકારના જહાજ બાંધકામની સુવિધાઓ ઉપલબ્ધ છે અને તેમાં રેક્ટીફાયર્સ, એસએડબલ્યુ મશીન, વેલ્ડીંગ રેક્ટીફાયર્સ, એમઆઇજી (MIG) વેલ્ડીંગ સેટ્સ, સ્ટડ વેલ્ડીંગ મશીન, પીયુજી (PUG) કટીંગ મશીન, પ્લાઝ્મા કટીંગ મશીન, બ્લાસ્ટીંગ કોમ્પ્રેસર અને રાઉટર યુનિટનો સમાવેશ થાય છે.
લીફ્ટીંગ/ શીફ્ટીંગ સુવિધઆઓ સાથે મોબાઇલ હાઇડ્રેસ અને ક્રેન્સ ઉપલબ્ધ છે.
વે-બ્રિજ |
|---|
| ટ્રાન્ઝિટ શેડ અને ગોડાઉન | રેતમાર શેડ - 12,000 sq.ft
પ્રિફેબ્રીકેશન શેડ - 60,000 sq.ft
આવૃત્ત સ્ટોર્સ શેડ - 45,000 sq.ft |
|---|
| ભવિષ્યના વિકાસ આયોજનો | એ) ડ્રાય ડોકનું બાંધકામ અને શિપ લીફ્ટ સિસ્ટમ.
બી) શિપબિલ્ડિંગ મશીન અને હેન્ડલીંગ સુવિધાઓમાં વધારો. |
|---|
| વેબસાઇટ | www.shoft.in |
|---|
| સંપર્કની વિગતો | મુખ્ય કાર્યાલય
પ્લોટ નં એ / 365, રોડ નં 26,
વાગલે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ
થાણે (પશ્ચિમ) ‐ 400604
ભારત
ફોન. : +91 22 25830112 / 25830112
ફેક્સ. : +91 22 25800108
ઇમેઇલ: sepl@shoft.inશિપયાર્ડ સ્થાન ગામ કલાધર
ભરૂચ - દહેજ હાઇવે
ભરૂચ ‐ 392130
ગુજરાત
ભારત.
ફોન.: +91 2641 255283
ફેક્સ.: +91 2641 25524 |
નોંધઃ જો તમારી સંસ્થા દરિયા કિનારા ઉપર એકથી વધુ સ્થળો ઉપર સુવિધા ધરાવતી હોયો તો દરેક સુવિધા માટે અલગથી માહિતી ઉપલબ્ધ કરાવવાની રહેશે.