દરિયાઈ
GMB
GMB
ગુજરાતના દરિયા કિનારે આઇએસપીસી (ISPS) કોડનું અમલીકરણ :
મુંબઇ ખાસેના ડિરેક્ટર જનરલ ઓફ શિપિંગ (ડીજી, શિપિંગ) દ્વારા ઇન્ટરનેશનલ શિપ એન્ડ પોર્ટ ફેસિલિટી સિક્યુરિટી કોડ (ISPS કોડ)ના અમલીકરણ માટે મોકલાયેલી ભલામણોના આધારે અમલીકરણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને હાલ તે પ્રગતિમાં છે.
મગદલ્લા બંદરને તેના પાલનનું પ્રમાણપત્ર એનાયત કરાયું છે. પાલન કરવાના સર્ટિફિકેટની પ્રક્રિયા અંગે નીચે ઉલ્લેખ કરવામાં આવ્યો છએ.
ઇનલેન્ડ વેસલ એક્ટ – 1917નું અમલીકરણ
ગુજરાત સરકાર દ્વારા ઇનલેન્ડ વેસલ્સ એક્ટ- 1917ના અમલીકરણ અંગે બહાર પડાયેલા અંતિમ જાહેરનામા બાદ ગુજરાત સરકાર વતી જીએમબીએ તેના સંબંધિત તમામ પ્રવૃત્તિઓ શરૂ કરી છે. આ પાછળનો ખ્યાલ વેપારને પ્રોત્સાહન આપવા માટે બાર્જીસ અને ટગ્સની ગતિવિધિઓ સરળ બનાવવાનો છે. આ ઉપરાંત નોંધણી, સર્વેક્ષણ અને ચકાસણી સંબંધિત કામગીરી પણ બોર્ડ દ્વારા કરવામાં આવે છે.
નોંધણી, સર્વેક્ષણ, આઇ.વી. ક્રાફ્ટ્સનું પ્રમાણપત્ર તથા માસ્ટર્સ અને એન્જિનિયર્સની ચકાસણી માટેની પ્રક્રિયા નીચે મૂજબ છેઃ
- નોંધણી
- નવી વેસલ્સ
જ્યારે પણ નવી વેસલનું બાંધકામ કરવામાં આવે ત્યારે વેસલના માલીક પાસે ક્લાસ અંતર્ગત નિર્માણ કરાવવાની અથવ નેવલ આર્કિટેક્ટ દ્વારા યોજનાની મંજૂરી લઇને શિપયાર્ડ/બિલ્ડર પાસેથી બાંધકામ કરાવવાનો વિકલ્પ રહે છે.
એકવાર વેસલની કામગીરી પૂર્ણ થઇ જાય ત્યારબાદ માલીક જહાજને મેળવવા માટે નોંધણી કરતાં સત્તામંડળનો સંપર્ક કરે છે. જીએમબીએ વેસલ નોંધણીમાં જરૂરી બાબતોનો ખ્યાલ રાખવા માટે ચેકલીસ્ટ બનાવ્યું છે. ચેકલીસ્ટ મૂજબ દસ્તાવેજોની ખરાઇ કર્યાં પાદ નીચે મૂજબ વેસલ્સની નોંધણી કરવામાં આવે છે.
- જો વેસલ ડમ્બ બાર્જ હોય તો તેની કામગીરી નોટિકલ બ્રાન્ચના વડા દ્વારા કરવામાં આવશે. ચેનલ ઉપર જહાજની સુરક્ષા માટે જીએમબીએ એવા ડમ્બ બાર્જનું સર્વેક્ષણ શરૂ કર્યું છે, જેનું અગાઉ સર્વેક્ષણ કરવામાં આવ્યું ન હોય.
- જો રાજ્યની બહાર વેસલનું નિર્માણ કરાયું હોય તો નોંધણી અને સર્વેક્ષણની કામગીરી નોટિકલ બ્રાન્ચના વડા દ્વારા કરવામાં આવે છે (આ જહાજને શિપિંગ/એમએમડીના ડીજી પાસેથી એનઓસી લેવાનું રહેશે) અને માલીકની તપાસ તથા મોર્ગેજ સહિતના પ્રશ્નો કરવામાં આવે છે.
- જો રાજ્યની અંદર જ વેસલનું બાંધકામ થયું હોય તો કામગીરી માટે નિયુક્ત કરાયેલા પોર્ટ ઓફિસરે નોંધણીની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. અમે આ સંબંધિત જાહેરનામુ ઇશ્યૂ કર્યું છે.
- આ કામગીરી માટે માલીકે મુખ્ય કચેરીમાં અરજી કરવાની રહેશે. જો ચેકલિસ્ટ પ્રમાણેની તમામ જરૂરિયાતો પૂર્ણ થઇ હોય તો નોટિકલ બ્રાન્ચના વડા નોંધણીની પ્રક્રિયા શરૂ કરવા અને નોંધણી નંબર આપવા માટે સંબંધિત પોર્ટ ઓફિસરને સૂચના આપશે.
- નોંધણીમાં બદલાવ
- જો માલીક એક રાજ્યથી બીજા રાજ્યમાં અથવા એક બંદરથી બીજા બંદર ઉપર નોંધણીમાં બદલાવ લાવવા ઇચ્છતો હોય તો તેણે મુખ્ય કચેરીમાં અરજી આપવાની રહેશે. રાજ્ય બહારની વેસલ માટે નોટિકલ બ્રાન્ચના વડા દ્વારા નોંધણી કરવામાં આવશે અને રાજ્યની વેસલના કિસ્સામાં સંબંધિ પોર્ટ ઓફિસર કામગીરી હાથ ધરશે. આ માટે ચેકલિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.
- માલીકીમાં બદલાવ
- રાજ્ય બહારની વેસલના માલીક તેમની માલીકીમાં બદલાવ કરવા માગતા હોય તો નોટિકલ બ્રાન્ચના વડા આ કામગીરી કરશે. રાજ્યની વેસલના કિસ્સામાં સંબંધિત પોર્ટ ઓફિસર દ્વારા તૈયાર કરાયેલા ચેકલિસ્ટ પ્રમાણે કામગીરી કરાશે.
- સર્વેક્ષણ અને પ્રમાણીકરણ
- જો કોઇ ચોક્કસ જહાજનો સર્વે પૂર્ણ થવાને આરે હોય તો માલીકે જીએમબીના મુખ્યાલયનો સંપર્ક કરીને સર્વે કરીને નવું પ્રમાણપત્ર ઇશ્યૂ કરવા અરજી કરવાની રહેશે. ત્યારબાદ આ ઓફિસ સંબંધિત પોર્ટ ઓફિસરને સર્વે હાથ ધરવા અને ભલામણો કરવાનું સૂચન કરશે.
- પોર્ટ ઓફિસર પોતાની કામગીરી પૂર્ણ કર્યાં બાદ સર્વે સર્ટિફિકેટ તૈયાર કરીને સર્વેયર તરીકે પોતાના હસ્તાક્ષર કરશે અને ત્યારબાદ મુખ્ય કચેરી ખાતે સમર્થન માટે મોકલી આપશે.
- નોટિકલ બ્રાન્ચના વડા પ્રમાણપત્ર ઉપર હસ્તાક્ષર કરશે અને માલીકને સોંપશે. સર્વે કરવા માટેનું ચેકલિસ્ટ ઉપલબ્ધ છે.
- ડેક ઓફિસર્સની પરિક્ષા
- નોટિકલ બ્રાન્ચના વડા/ પાઇલોટ ઓફિસર દ્વારા ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ અને સેરાંગ જેવા આઇ.વી. ક્રાફ્ટ્સ માટે ડેક ઓફિસર્સની પરિક્ષા લેવામાં આવે છે.
- આઇ.વી. એક્ટ મૂજબ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.
- ફોર્મેટ મૂજબ તમામ ઉમેદવારોએ ડેક્લેરેશન (ધોષણા) આપવાનું રહેશે.
- કામગીરી અંગેની બાબતને ધ્યાનમાં લઇને ઉમેદવારોની પરિક્ષા અને તેમની સ્પર્ધાત્મકતાનું મૂલ્યાંકન કરાશે. જો ઉમેદવાર તમામ ક્ષેત્રોમાં સારા હોય તો ગુજરાત વોટર્સ માટે તેમને પ્રમાણપત્ર ઇશ્યૂ કરવામાં આવશે. જો ઉમેદવાર કોઇ ચોક્કસ ક્ષેત્રમાં નિષ્ણાંત હોય તો તે મૂજબ પ્રમાણપત્ર તૈયાર કરવામાં આવશે અને પ્રમાણપત્ર ઉપર તેમની નિપૂંણતા ક્ષેત્રના ઉલ્લેખ સાથે ઇશ્યૂ કરાશે. આ માટે અમે કેટલાંક લોકોને પ્રમાણિત કર્યાં છે કે જેઓ ગુજરાતના દરિયા કિનારા ઉપર મુક્ત રીતે કામગીરી કરી શકે નહીં, પરંતુ તેમની ક્ષમતાને ધ્યાનમાં લઇને તેમને ચોક્કસ ક્ષેત્રમાં કામ કરવાની મંજૂરી અપાઇ છે.
જો સિમિત ક્ષેત્રોમાં કામગીરી સાથેનું પ્રમાણપત્ર આપવામાં આવે તો છ મહિના બાદ ઉમેદવાર પાસે પુનઃપરિક્ષામાં બેસવાનો અધિકાર છે.
- ફર્સ્ટ ક્લાસ એન્જિન ડ્રાઇવર, સેકન્ડ ક્લાસ એન્જિન ડ્રાઇવર અને ઓઇલમેન માટે પરિક્ષા
- આ પ્રકારના ઉમેદવારોની પરિક્ષા મરિન એન્જિનિયર દ્વારા લેવામાં આવે છે. ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોને પ્રમાણપત્રો ઇશ્યૂ કરવામાં આવશે.
એનએસપીસી (NSPC) સમિતિ
ભારત સરકારના શિપિંગ મંત્રાલયના મુંબઇ ખાતેના નોટિકલ સલાહકારની અધ્યક્ષતા હેઠળ નોવિગેશનલ સેફ્ટી ઇન પોર્ટ્સ કમીટી (NSPC)ની રચના કરવામાં આવી હતી. બંદરો ઉપર નેવિગેશનલ સુરક્ષા માટે જીએમબીનું પ્રતિનિધિત્વ કરવા માટે એક સભ્યની નિમણૂંક કરવામાં આવે છે. એનએસપીસી સંબંધિત બાબતો મુંબઇ ખાતે ડીજી શિપિંગ કાર્યાલય સાથે ચર્ચવામાં આવે છે. કેપ્ટીવ જેટ્ટી/ખાનગી જેટ્ટી/ખાનગી બંદરને જરૂરપડ્યે નોટિકલ સેક્શન દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.
જીએમબી બંદરોના હાઇડ્રોગ્રાફિક સર્વે
મરિન સર્વે સબ-ડિવિઝન એ સર્વેક્ષણ કરતી નિષ્ણાંત સંસ્થા છે. તે ગુજરાત મેરિટાઇમ બોર્ડ હેઠળ કામ કરે છે અને સમુદ્ર, બંદરો, હાર્બર્સ, ફિશ લેન્ડીંગ સેન્ટર્સ, અખાતો, ઇનલેન્ડ નેવિગેશન ચેનલ્સ, નદીઓ વગેરે જેવી બાબતોના હાઇડ્રોગ્રાફિક સર્વે હાથ ધરે છે. આ સંસ્થા જીએમબીની જરૂરિયાત મૂજબ વિવિધ બંદરો ઉપર નિયમિત ધોરણે આશરે 35 સર્વે કરે છે. હાઇડ્રોગ્રાફિક સર્વે વિભાગ પાસે (1) સિંગલ એન્ડ ડ્યુલ ફ્રીકવન્સી ઇકો સાઉન્ડર (2) ડિફરેન્શિયલ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (3) હાઇડ્રોગ્રાફિક સર્વે સોફ્ટવેર (4) ઓટોમેટિક ટાઇડ ગેજ અને કરન્ટ મેટર જેવા અત્યાધુનિક સર્વેક્ષણના ઉપકરણો છે. મરિન સર્વે સબ-ડિવિઝને મગદલ્લા બંદર ખાતે સી-ગોઇંગ સર્વે કરેલ છે.
આ ઉપરાંત જીએસએફસી, સિક્કા દ્વારા ચૂકવણી કરીને પણ વિભાગ પાસેથી હાઇડ્રોલિક સર્વે કરાવવામાં આવે છે.
ડીજીએસ, લાઇટહાઉસ, નૌકાદળ, કોસ્ટગાર્ડ, ઇન્ટેલિજન્સ એજન્સીઝ, મરિન પોલીસ સાથે સંકલનઃ
ડિરેક્ટર જનરલ ઓફ શિપિંગ, લાઇટહાઉસ, નૌકાદળ, કોસ્ટગાર્ડ, ઇન્ટેલિજન્સ એજન્સીઝ સાથે ગુજરાતના દરિયા કિનારાની સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે સંકલન કરવામાં આવે છે. આમાં સાગર કવચ, મેરિટાઇમને મજબૂત બનાવવા માટે રાષ્ટ્રીય કમીટી અને દરિયા કિનારે સંભવિત જોખમોની સામે કોસ્ટલ સિક્યુરિટિ જેવી કવાયતોનો સમાવેશ થાય છે. ભારત સરકારના કેબિનેટ સચિવની અધ્યક્ષતા હેઠળ આ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.
ગુજરાતના કિનારે મરિન ક્રાફ્ટ્સની સુરક્ષા
જીએમબી દ્વારા મરિન ક્રાફ્ટ્સની સુરક્ષા અંગે સંબંધિત પોર્ટ ઓફિસર/કેપ્ટીવ જેટ્ટી/ખાનગી જેટ્ટી તથા ખાનગી બંદરોને માર્ગદર્શન આપવામાં આવે છે. ગુજરાતના કિનારા ઉપર મરિન ક્રાફ્ટ્સની સુરક્ષા માટે ઇન્ટેલિજન્સ ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (AIS), ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS), નેવિગેશનલ ચાર્ટ્સ, ઇકોસાઉન્ડર, રડાર, નેવિગેશનલ લાઇટ, માસ્ટ લાઇટ, લાઇફ સેવિંગ અને અગ્નિશામક વગેરે જેવા નેવિશનલ સાધનોના ઉપયોગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.
ખાનગી પાઇલોટેજ સર્વિસિસઃ
- બંદરની અંદર અને બહાર શિપના સુરક્ષિત નેવિગેશન માટે યોગ્ય કૌશલ્યપ્રાપ્ત પાઇલોટ (માસ્ટર મરિનર)ની જરૂર રહે છે કારણકે તે વેસલને લંગારવા માટે શિપના કેમ્પટન પાસેથી નિયંત્રણ પોતાના હાથમાં લે છે.
- અક્સમાત, બર્જીસ અને જહાજની હિલચાલ તથા નેવિગેશનલ ઉપકરણો અંગે માર્ગદર્શન આપવા જેવી દૈનિક આપાતકાલીન પરિસ્થિતિઓના સંચાલન માટે પાઇલોટ્સની આવશ્યકતા રહે છે.
- વાવાઝોડા, પ્રતિકૂળ હવામાન અથવા આગ જેવી આપાતકાલીન સ્થિતિ દરમિયાન જે પાઇલોટ પાસે શિપની ગતિવિધિ અંગે જ્ઞાન હોય છે તેઓ બંદરની અંદર અને બહાર વેસલને સુરક્ષિત રીતે ચલાવી શકે છે. આ ઉપરાંત તેઓ બંદર અસ્કયામતોને થતાં નુકશાનને ટાળવા માટે કર્મચારીઓને પણ ક્રાફ્ટ્સના સુરક્ષિત સંચાલન માટે માર્ગદર્શન આપે છે.
- ઇનલેન્ડ વેસલ્સ એક્ટ – 1917 અંતર્ગત ક્રાફ્ટ્સના સર્વે સર્ટિફિકેટને ઇશ્યૂ કરવા માટે સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવે છે, જે માટે પાઇલોટ્સની સેવાઓનો ઉપયોગ કરવામાં આવે છે કારણકે તેઓ માટેની નિપૂણતા ધરાવે છે.
- ઓઇલ ગળતર અથવા કન્ટેનગર લોગ્સ વગેરે જેવા શિપ દ્વારા તરતા પદાર્થો મૂકવાના કિસ્સામાં પાઇલોટ્સની સેવાઓ લેવામાં આવે છે, જેથી પરિસ્થિતિમાં સુધારો કરવા તથા સુરક્ષિત નેવિગેશન માટે ચેનલ ક્લિઅર કરવા માટેની કામગીરી ઉપર દેખરેખ રાખી શકાય.
- શિપની સુરક્ષા સંબંધિત કોઇપણ કામગીરી માટે માટે શિપના માસ્ટર સાથે સંકલન આવશ્યક બાબત છે. તેમાંથી મોટાભાગના વિદેશીઓ હોવાથી અંગ્રેજીનું જ્ઞાન જરૂરી છે કારણકે પાઇલોટ મહત્વપૂર્ણ ભુમિકા ભજવતા હોય છે.
- ચેનલ, હવામાન, અકસ્માતો વગેરે જેવી બાબતો અંગે પાઇલોટ્સ દ્વારા નોટિકલ બ્રાન્ચના વડા મારફતે વડી કચેરી સાથે દૈનિક સંપર્ક જાળવવામાં આવે છે.
ગુજરાત મેરિટાઇમ બોર્ડે પણ ખાનગી પાઇલોટેજના નિયમો તૈયાર કર્યાં છે અને જાહેરનામું ઇશ્યૂ કરવા માટે તેને ગુજરાત સરકારને મોકલી આપવામાં આવ્યાં છે.
ગુજરાતમાં મેરિટાઇમ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટની સ્થાપના
જીએમબી દ્વારા ગુજરાતમાં મેરિટાઇમ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટની સ્થાપના કરવા માટે રસ ધરાવતી સંસ્થાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ઇચ્છુક સંસ્થાઓએ ડિરેક્ટર જનરલ ઓફ શિપિંગની મુંબઇ ખાતેની ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે અને તેમણે જરૂરી મંજૂરીઓ પ્રાપ્ત કરવા માટે દરખાસ્ત અને દસ્તાવેજો સોંપવાના રહેશે. ડીજી શિપિંગની વેબસાઇટ ઉપર આ અંગેની વધારાની માહિતી આપવામાં આવી છે.
ડાઉનલોડ
| English | 670 Kb |
| English | 2698 Kb |