ગ્રીનફિલ્ડ બંદરો
મૂળભૂત માળખાકીય સવલતોનો વિકાસ કરવાના પ્રયત્નોની રીતે ગુજરાત દેશનું એક પ્રગતિશીલ, ભવિષ્યદૃષ્ટા અને વિકસિત રાજય ગણાય છે. ખાસ કરીને, નાના બંદરોની દૃષ્ટિએ ગુજરાતનું મેરિટાઇમ સેકટર દેશના બધા રાજ્યોમાં સૌથી વધારે વિકસિત માનવામાં આવે છે. જે તે સમયે રાજયમાં પોલિસી ઘડનારાઓએ અનુભવ્યું કે ગુજરાતને દેશનાં પોર્ટ સ્ટેટ તરીકે વિકસિત કરવા માટે ગંભીર પ્રયત્નો કરવાનો સમય પાકી ગયો છે. લાંબાગાળે, રાજય પશ્ચિમી દરિયાકાંઠાનું મુખ્ય પ્રવેશ દ્ધાર તરીકેનું બિરૂદ પ્રાપ્ત કરી શકે છે.
વર્ષો બાદ, જીએમબીએ નવી બંદર સુવિધાઓ ઉભી કરીને મુંબઇ અને કંડલા જેવા પશ્ચિમના મુખ્ય બંદરો પરનું ભારણ ઘટાડયું છે. આ પ્રક્રિયામાં, તમામ આધુનિક સુવિધા સાથેના બંદરોએ ગુજરાતની શાન વધારી છે.
બૂટ (બિલ્ડ, ઓન, ઓપરેટ અને ટ્રાન્સફર) બેઝિસના આધારે જોઇન્ટ સેકટરમાં વિકસિત થયેલા બારમાસ
,સીધા બર્થિંગ,
ઉડાણધરાવતા બંદરો દેશના પ્રથમ ગ્રીનફિલ્ડ બંદરોનું પ્રતિનિધિત્વ કરે છે.
આર્થિક સુધારાના આ તબક્કામાં, એવું અનુભવાયું કે રોકાણ ખાનગી સેકટરમાંથી આવવું જોઇએ. 1995માં ગુજરાતે અગાઉના અનુભવોને આધીન બંદર નીતિની રચના કરી, જે આ સેકટરમાં ખાનગી ભાગીદારી વધારીને બંદર વિકાસની તકો ઉભી કરવાના રાજયના ઇરાદાઓને વ્યકત કરે છે. રાજયની પોલિસીનો હેતુ બંદર ઇન્ફ્રાસ્ટ્રચર અને સર્વિસમાં ઉચ્ચ ધોરણો સ્થાપિત કરવાનો છે, જેથી બંદરો પર ટ્રાફિક વધારી શકાય અને રાજયમાં ઔદ્યોગિકિકરણની પ્રક્રિયાને વેગ આપી શકાય. આ પોલિસી તેની પ્રશંસા થાય છે મુજબ સર્વસમાવેશક અને ગુજરાતના સ્ટ્રેટેજીક વહાણવટીના વિકસતા લોકેશન માટે મહત્વની છે. એટલું જ નહીં, તે રાજયનાં ઉદ્યોગસાહસિકોનો જુસ્સો દર્શાવે છે. રાજયની બંદર નીતિના મુખ્ય લક્ષણો માં એ જોઇએ તો 10 ગ્રીનફિલ્ડ સાઇટ્સની ઓળખ કરી તેને આંતરરાષ્ટ્રીય ધોરણ પ્રમાણે વિકસિત કરવામાં આવ્યા છે.
1995
ગુજરાતે અગાઉના અનુભવોને આધીન બંદર નીતિની રચના કરી, જે આ સેકટરમાં ખાનગી ભાગીદારી વધારીને વિકાસની તકો ઉભી કરવાના રાજયના ઇરાદાઓને વ્યકત કરે છે.
1997
ગુજરાત સરકારે બંદર સેકટરમાં રોકાણનું માળખું તૈયાર કરવા માટે બિલ્ડ ઓન ઓપરેટ અને ટ્રાન્સફર (BOOT) સ્કીમની જાહેરાત કરી.
1997માં ગુજરાત સરકારે બંદર સેકટરમાં રોકાણનું માળખુ તૈયાર કરવા માટે બિલ્ડ ઓન ઓપરેટ અને ટ્રાન્સફર (BOOT) સ્કીમની જાહેરાત કરી. જે ચરણબદ્ધ રીતે ઇન્ફ્રાસેકટરનું સર્જન, ઓપરેશનની કાર્યકુશળતા, ખાનગી સેકટરની સ્વતંત્રતા અને પ્રદેશના વિકાસની સાથે સમકાલિકતા પર ભાર મુકે છે. આ યોજના અંતર્ગત, સરકારનો રોલ ફકત યોગ્ય વિસ્તારની જાળવણી કરવી અને તેની નાણાંકીય જવાબદારી લઘુત્તમ રાખવાનો છે. જેથી, સાચા અર્થમાં ગુજરાત દેશનું પોર્ટ સ્ટેટ બન્યું છે.
ખાનગીકરણ
પોર્ટ સેકટરમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપને પ્રોસ્તાહન આપવામાં ગુજરાત અગ્રણી રાજય રહ્યું છે. પીપીપી મોડલમાં તેને અપાર સફળતા પણ મળી છે જે અન્ય રાજયો માટે ઉદાહરણરૂપ છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ ગુજરાતના બંદરોમાં ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવા વિવિધ ખાનગીકરણ મોડલ ધરાવી વિકાસની પ્રક્રિયાને વેગવતો બનાવવા ઈચ્છે છે
રાજયની 1995ની પોર્ટ પોલિસી અને 1997ની BOOT પોલિસી પોર્ટ આધારીત વિકાસની સ્ટ્રેટેજી સ્પષ્ટ રીતે છતી કરે છે. નવા પોર્ટમાં આંતરરાષ્ટ્રીય ધોરણો અપનાવવામાં ગુજરાતે પહેલ કરી છે. જેમાં ખાનગી ભાગીદારીએ મહત્વનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ એક્ટ 1999 પોર્ટ સેકટરમાં નિર્ણયશક્તિની પ્રક્રિયાને ગતિ આપવાની સાથે સાથે લિગલ એનવાર્યમેન્ટ અને માળખું તૈયાર કર્યું છે જેના પગલે આ સેકટરમાં ખાનગી રોકાણનો પ્રવાહ વધારવામાં મદદ મળી છે.
જીએમબી તેના પોર્ટ ખાનગીકરણ મોડલ દ્ધારા સક્રિય રીતે ગ્રીનફિલ્ડ બંદરોના વિકાસને પ્રોત્સાહન આપી રહ્યું છે. જીએમબીએ કેટલીક ગ્રીનફિલ્ડ સાઇટ્સને શોધી કાઢી છે જે ખાનગી પોર્ટ પ્લેયર્સની ભાગીદારીમાં કોઇપણ મોસમમાં સીધા બર્થિંગને વિકસિત કરી રહી છે. આ પ્રોજેકટ્સ BOOT (બિલ્ડ, ઓન, ઓપરેટ અને ટ્રાન્સફર) પોલિસી અન્વયે વિકસિત થઇ રહ્યો છે. અને 30 વર્ષના બૂટ પીરિયડની સમાપ્તિ બાદ તેને જીએમબીને સોંપી દેવામાં આવશે.
પ્રોત્સાહનો
| પ્રોજેકટ સ્ટ્રકચર | BOOT |
| પ્રોજેકટ ફેસિબિલિટી સ્ટડી | તૈયાર |
| જમીન સંપાદન પ્રોજેકટ | જીએમબી-ગુજરાત સરકાર દ્ધારા |
| ટેરીફ સેટિંગ ફ્રિડમ | ફુલ |
| ઓપરેશનલ ફ્રિડમ | ફુલ |
| લેન્ડર્સ પ્રોટેકશન | હાં |
| વળતરનો સમયગાળો | 30 વર્ષ + પરસ્પરની સમજથી વિસ્તરણને યોગ્ય |
| સબ કન્સેશન-કોન્ટ્રાકટ | હાં |
| ભવિષ્યના વિકાસના હક્કો | હાં |
વિકસતાં બંદરો
- છારાઃ છારા બંદરનો વિકાસ શરૂઆતી તબક્કામાં 8 MMTPA ની ક્ષમતા ધરાવતા 1
કોલસોબર્થ સાથે શાપુરજી પલોનજી એન્ડ કંપની લિ. દ્ધારા વિકસિત કરવામાં આવશે.
- દહેજઃ આ બંદરને મેસર્સ સ્ટર્લિંગ બાયોટેક લિ. દ્ધારા વિકસિત કરવામાં આવી રહ્યું છે. જેની કુલ પોર્ટ ક્ષમતા પ્રથમ અને બીજા તબક્કામાં 41 MMTPA રહેશે.
- નાર્ગોલઃ કાર્ગો મોટર્સ પ્રાઇવેટ લિ.ને નાર્ગોલ પોર્ટના વિકાસ માટે ઈરાદાપત્ર આપવામાં આવેલ છે. અહીં કન્ટેનર અને બલ્ક કાર્ગો બર્થની સુવિધા ઉભી કરવામાં આવશે. જેની કુલ ક્ષમતા આશરે 10 MMTPA હશે.
- વાંસીબોરસીઃ ઓએનજીસીની પાઇપલાઇન પસાર થતી હોવાથી પ્રિ-ફિઝિબિલિટી રિપોર્ટ (PFR) તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. WAPCOS દ્ધારા પીએફઆર તૈયાર કરવામા આવ્યો છે. નજીકના ભવિષ્યમાં આ અંગેની બોલી મંગાવવામાં આવી શકે છે.