પર્યાવરણ સેલ
ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા વર્ષ ૧૯૯૮ માં પર્યાવરણ સેલની સ્થાપના કરવામાં આવી હતી. દેશભરના પોર્ટ ટ્રસ્ટ અને રાજ્યોના મેરિટાઇમ બોર્ડમાં આ પ્રથમ સેલ છે. કોઇ પણ યોજના ના મૂલ્યાંકનનો શ્રેષ્ઠ માર્ગ – જે યોજનાઓ પર્યાવરણ રીતે ટકાઉ ન હોય તે આર્થિક દષ્ટીએ રીતે પણ ટકાઉ રહેતી નથી. આથી ગુજરાતમેરીટાઈમ બોર્ડ દવારા હાથ ધરાયેલા યોજનાઓની સમીક્ષા પર્યાવરણ સેલ દ્વારા આ સિધ્ધાંતના આધારે કરવામાં આવે છે.
ગુજરાત મેરિટાઇમ બોર્ડનો મુખ્ય હેતુ ગુજરાતના નાના બંદરોના વિકાસ તથા જાળવણી ની સાથે દરિયા કિનારા તથા દરિયાઈ પર્યાવરણ નું સંરક્ષણ કરવાનો છે જે માટે પર્યાવરણ સેલ પ્રવર્તમાન નિંયામકીય માળખા મુજબ પુર્તતા કરવા પ્રયત્નો કરે છે દા.ત. સૌ પ્રથમ કોઈ પણ યોજના ના આયોજન દરમિયાન પર્યાવરણ ઉપરની નકારાત્મક અસરોણે ટાળવામાં આવે છે. જો આ પ્રકારની અસરોને તળી ન શકાય તો અસરો ઘટાડવા માટે આયોજન કરવામાં આવે છે. જો સંભવિત અસરો ને ઘટાડવાનું શકય ન હોય તો નકારાત્મક અસરોને સંતુલિત કરવા માટે વળતરની સમીક્ષા કરાય છે. જો વળતર પણ શકય ન હોય તો પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવે છે અથવા તેને અન્ય સ્થળે ખસેડવા વિચારણા કરાય છે. અન્ય સ્થળે પણ પર્યાવરણ ઉપર ઓછી અસર, અસરોમાં ઘટાડો અને તેને દૂર કરવાનું વલણ અપનાવાય છે.
મુખ્ય કાર્યો
- બંદરો અને બંદરોના માળખા માટે પર્યાવરણ અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ) મંજૂરી મેળવવા માટે પર્યાવરણીય અસરો આકારણી(ઈઆઈએ)નો અભ્યાસ હાથ ધરવામાં આવે છે.
- બંદરો, શીપ રીસાઈકલીંગ યાર્ડ અને શીપબિલ્ડિંગ યાર્ડ્ માટે એનવાયર્નમેન્ટ મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવો અને તેમાં સમયાંતરે સુધારો કરવો.
- દરિયા કિનારાના પ્રદેશોના ટકાઉ વિકાસ માટે યોગ્ય પર્યાવરણીય વ્યવસ્થાપન સામે સર્જાતી મૂશ્કેલીઓને સમજવા તથા તે માટે વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસો હાથ ધરવા.
પર્યાવરણીય વ્યવસ્થાપન
- શીપ રિસાયક્લિંગ ક્ષેત્ર
- શીપ બિલ્ડિંગ ક્ષેત્ર
- બંદર ક્ષેત્ર
- મત્સ્યબંદર ક્ષેત્ર
- અલંગ ખાતે પર્યાવરણીય વ્યવસ્થાપનમાં સુધારો કરવા માટે અદ્યતન ટ્રીટમેન્ટ, સ્ટોરેજ, ડિસ્પોઝલ ફેસિલિટી (TSDF) વિકસાવવામાં આવી છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ
- એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુવિધા
- ઇન્સીનરેશન સુવિધા
- લેન્ડફીલ સુવિધા
- શીપ રિસાઇકલિંગની કામગીરીમાં એસ્બેસ્ટોસ અને અન્ય કચરાના સંચાલન માટે સુરક્ષિત ટેક્નોલોજી વિકસાવવાના ભાગરૂપે ગુજરાત મેરિટાઇમ બોર્ડ દવારા શીપ રીસાઇકલીંગપ્રવૃત્તિમાં જોડાયેલા કામદારોના આરોગ્ય જોખમ મૂલ્યાંકનનો અભ્યાસ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓકયુપેશનલ હેલ્થ-ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (સીએમઆર) ઇન્સ્ટિટ્યુટ, ભારતસરકાર દવારા કરાવામાં આવ્યો છે.
- રાજ્યમાં શીપ બિલ્ડિંગ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે ગુજરાતના દરિયા કિનારા ઉપર શીપ બિલ્ડિંગ માટે અનુકૂળ સ્થળોની ઓળખ કરવા સહિત શીપ બિલ્ડિંગ યાર્ડ માટે સીઆરઝેડ (CRZ) મંજૂરી મેળવવા માટે પર્યાવરણ સેલ જરૂરી સુવિધા પુરી પાડે છે.
- ગુજરાત મેરિટાઇમ બોર્ડ ના તમામ બંદરો માટે કન્સેન્ટ એન્ડ ઓથોરાઇઝેશન (CC&A) પ્રાપ્ત કરવામાં આવેલ છે. તથા CC&Aની શરતો મુજબ સંબધિત તાંત્રિક /સામાન્ય/પાણી વેરો વગેરે માહિતીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની વેબસાઇટ ઉપર નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે.
- ગુજરાત મેરિટાઇમ બોર્ડે દવારા ગોવા સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓસનોગ્રાફી (NIO) મારફતે ઓઇલ સ્પીલ કન્ટીજન્સી પ્લાન તૈયાર કરાવેલ છે અને તેને મંજૂરી માટે ભારત સરકારના કોસ્ટને મોકલી આપેલ છે. કોસ્ટ ગાર્ડ પાસેથી મંજૂરી મેળવ્યા બાદ ગુજરાત મેરિટાઇમ બોર્ડ બંદરો ખાતે જાહેર-ખાનગી ભાગીદારી દવારા ઓઇલ સ્પીલ રિસ્પોન્સ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.
- ઓઇલ સ્પિલ રિસ્પોન્સ સેન્ટર (OSR) અને એનવાયર્નમેન્ટ મેનેજમેન્ટ પ્લાન (EMP) તૈયાર કરવાની કામગીરી ગુજરાત મેરિટાઇમ બોર્ડના બંદરો ખાતે પ્રગતિમાં છે. ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન (ICZMP)ની યોજનાને ગુજરાત ઇકોલોજીકલ કમીશન (GEC) મારફતે વર્લ્ડ બેન્ક ભંડોળ પૂરું પાડી રહ્યું છે.
- ઇ-વેસ્ટ એક્ટના પાલન માટે એમ્પેનલમેન્ટ એજન્સીઝનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને અલંગ શીપ રિસાઇકલિંગ યાર્ડ ખાતે ઇ-વેસ્ટ મેનેજમેન્ટ માટે બે એજન્સીઓને એમ્પેનલ કરવામાં આવી છે
- ભાદેલી-જગાલાલા અને જાફરાબાદ ખાતે સૂચિત મત્સ્યબંદર પ્રોજેક્ટ હાથ ધરવા માટે પર્યાવરણીય અસર મૂલ્યાંકન અભ્યાસની સાથે વિગતવાર સીઆરઝેડ (CRZ) મેપીંગ કરવામાં આવ્યું છે. જેમાં જાફરાબાદ ખાતેમત્સ્ય બંદરના પ્રોજેક્ટ માટે પર્યાવરણીય મંજુરી મેળવી લેવાયેલ છે.