પીપાવાવ પોર્ટ
GMB
GMB
પિપાવાવ પોર્ટ દેશનું પ્રથમ ખાનગી બંદર છે. જે BOOT પોલિસી હેઠળ વિકસાવવામાં આવ્યું. આ પોર્ટ ૧૯૯૬ થી કાર્યરત છે. જે 4725 મીટર લાંબી બહુહેતુક બર્થ પર સોલિડ બલ્ક, કન્ટેનર્સ અને લિક્વિડ કાર્ગો વહન કરવામાં આવે છે. લિક્વિડ જેવા બહુહેતુક બર્થ ધરાવે છે. હાલ આ પોર્ટનું સંચાલન એપીએમ મર્ક દ્ધારા થાય છે. જીપીપીએલે બંદરોના વિસ્તરણની યોજના બનાવી છે જે અન્વયે 385 મીટર કન્ટેનર બર્થને વિકસિત કરવામાં આવશે અને તેના માટે નેવિગેશનલ ચેનલને ઉંડી બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. પોર્ટ પ્રવૃતિઓના વધુ વિસ્તરણની જવાબદારી જીપીપીએલે ઉપાડી છે. પિપાવાવ પોર્ટ દેશનું પ્રથમ પોર્ટ બન્યું છે જેણે ભારતની પ્રથમ ડબલ જથ્થામાં કન્ટેનર ટ્રેનને પ્રાપ્ત કર્યું છે. જેની ક્ષમતા સિંગલ ટ્રેક ટ્રેનની 90 ટીઇયુ વહન કરવાની ક્ષમતા કરતાં બમણી એટલે કે180 ટીઇયુની છે.
પોર્ટ અંગે વધુ માહિતી મેળવવા માટે ક્લિક કરોઃ એ.પી.એમ. ટર્મિનલ્સ પીપાવાવ
પિપાવાવમાં વિશ્વકક્ષાનાં શિપબિલ્ડિંગ યાર્ડને વિકસિત કરવા માટે અંદાજે રૂ.1500 કરોડના રોકાણની દરખાસ્ત સૂચિત છે. મેસર્સ સ્વાન એનર્જીલિ. એ પિપાવાવ પોર્ટમાં એલએનજી સુવિધા ઉભી કરવાની દરખાસ્ત કરી છે. કંપની દ્ધારા વિગતવાર પ્રોજેકટ રિપોર્ટને જીએમબીની મંજૂરી મળી ગઇ છે.
અન્ય ગ્રીનફીલ્ડ પોર્ટ