રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં સેનિટરી વેર્સ, ગ્લેઝડ ટાઇલ્સ, વિટ્રીઅસ ટાઇલ્સ, દિવાલ ઘડિયાળો અને અન્ય ઇલેકટ્રીક ગુડ્સનું ઉત્પાદન થાય છે,જેના નિકાસનો સારો એવો અવકાશ છે. હાલમાં, નિકાસકારો આ બધી વસ્તુઓની નિકાસ માટે મુન્દ્રા અને કંડલાના કન્ટેનર ટર્મિલનો ઉપયોગ કરે છે. મિકેનાઇઝડ હેન્ડલિંગ સિસ્ટમ દ્ધારા નવલખી અને સુઇની ખાડીમાં હજુ વધુ સુવિધાઓ ઉભી કરી શકાય છે. કન્ટેનરનાં ઢગલા માટેના યાર્ડ માટે પૂરતી જગ્યા પણ ઉપલબ્ધ છે.