રાજ્યની અંદરના જહાજની નોંધણીમાં ફેરફાર કરવા માટે નીચેના દસ્તાવેજો સુપરત કરવાની જરૂર રહેશે.
- માલિક તરફથી વિનંતી પત્ર.
- માલિકીપણા અને ભારતના નાગરિકત્વનું જાહેરનામુ. (નોટરી કરાવેલ)
- ક્લાસનું પ્રમાણપત્ર (જો હોય તો).
- માન્ય LSA/FFA ચેકલિસ્ટ.
- અગાઉના રજિસ્ટ્રાર પાસેથી NOC
- બિલ્ડરનું પ્રમાણપત્ર.
- વેચાણ/ખરીદ કરાર.
- રજિસ્ટ્રીનું અસલ પ્રમાણપત્ર.
- સર્વેનું પ્રમાણપત્ર.
મોર્ગેજીસ અથવા હાયપોથીકેટર્સ તરફથી ના વાંધા પ્રમાણપત્ર.
- (i) કાયમી અને હાલના સરનામાનો પૂરવો.
- (ii) સ્થિરતા, સામાન્ય ગોઠવણી યોજનાઓના ડ્રોઇંગ, શેલ વિસ્તરણ પ્લાન, યંત્ર લેઆઉટ, પ્રોપેલર, શાફ્ટીંગ ગિયર્સ અને સ્ટિયરીંગ પ્લાન, બિલ્જ અને બોલાસ્ટ જેવી પાઇપલાઇન, ઓઇલ ટ્રાન્સફર વગેરે વિશેના દરેક શક્ય ડેટા. (નોંધ: જો માલિક કોઇ કારણસર આ પૂરૂં પાડવામાં અક્ષમ હોય અને આ બાબતને લેખિતમાં આપતો હોય. સિવાય કે તે નિયમો અનુસાર જહાજની મજબૂતાઇ, સ્થિરતા વગેરે).
- (iii) ચૂકવવામાં આવેલી ફીની રસીદ.