યાંત્રિક અને ડ્રેજીંગ વિભાગ
બંદરોની પ્રવૃતિઓને જાળવી તેમજ ટકાવી રાખવા માટે યાંત્રિક અને ડ્રેજીંગ વિભાગ જહાજોના બર્થિગ,બીચીંગ,પાઈલોટીંગ અને ડ્રેજીંગ સુવિધાઓના સરળ અને અસરકારક કામગીરી બાબતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બદલાતી શીપીંગ ટેકનોલોજી અને બંદરની કામગીરીની ક્ષમતાને વધારવા માટે નિયમિત સમયાંતરે લાગુ કરાતાં આઈ.એમ.ઓ.૮યોફ૯ના ધોરણે અને દિશાનિર્દેશોનું પાલન કરવા માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ગુજરાત મેરીટાઈમ બોર્ડ વિવિધ ટગ્સ,ડ્રેજર્સ અને પાઈલોટ લોન્ચીઝ મારફતે ઉપરોકત પ્રવૃતિઓનું સંચાલન કરે છે અને બદલાતી શીપીંગ ટેકનોલોજીસ સાથે તાલમિલાવા ગુમેબોએ જહાજોના સુરક્ષિત બર્થિગ,શીપીંગ અને પાઈલોટીંંગ કામગીરી માટે આધુનિક ટગ્સ અને પાઈલોટ લોન્ચીઝ ની કામગીરી માટે જરૂરી આયોજન કર્યુ છે.
ગુજરાત મેરીટાઈમ બોર્ડના વાણિજિયક બંદરો તદઉપરાંત નવી સાઈટસ ને ધ્યાનમાં લઈને ડીઝાઈન ડે્રજ લેવલ જાળવી રાખવા માટ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ટે્રઈલીંગ સકશન હોપર ડે્રજર અને સ્વસંચાલિત કટરસકશન ડ્રેજર વસાવવાનું આયોજન કરેલ છે.
ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા સૌ પ્રથમ વખત,ભારત ખાતે દહેજ અને ઘોઘા વચ્ચે રોરો ફેરી સર્વિસીસ નું મહત્વકાંક્ષી પ્રોજેકટ હાથ ધર્યો છે જે અમલ થયે થી માર્ગ પરિવહન ગીચતામાં ઘટાડો થશે અને દરિયાઈ માર્ગ પરિવહનને પ્રોત્સાહન મળશે તથા પર્યાવરણમાં સાનુકુળતા રહેશે.આ માટે ૩.૯ મીલીયન ઘનમીટર કેપીટલ ડે્રજીંગની કામગીરી હાથધરવાની યોજના છે જેથી ફેરી વેસલના કાયમીધોરણે સુરક્ષિત પરિવહન (નેવીગેશન) માટે માઈનસ પ મીટર ઉંડાણના લેવલ હાંસલ કરી શકાય. વધુમાં આઈ.એ.એલ.એ.(IALA) ની માર્ગદર્શિકા અનુસાર નેવીગેશન ચેનલમાં આધુનિક પોલીઈથીલીન ચેનલ માર્કિગ લાઈટેડ બોયા ગોઠવવાનું આયોજન છે. સદરહું બોયા ટે્રકિંગ અને સુરક્ષાના હેતુ અર્થે જી.પી.એસ.સીસ્ટમથી સુસજજ છે.
ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા મગદલ્લા, વેરાવળ, ઓખા, જામનગર અને નવલખી બંદરો માટે સુરક્ષિત પાઈલોટેજ અને નેવીગેશન માટે ચેનલ માર્કર બોયા ઉપલબ્ધ કરાયેલ છે અને તેની સમયંતર સતત જાળવણી કરવામાં આવે છે. ઓખા બંદર ખાતે વર્તમાન એમ.એસ.(સ્ટીલ)ચેનલ માર્કર બોયા માંથી અદ્યતન જી.આર.પી / પી.ઈ / પી.યુ બોયા સાથે અપગે્રડ કરવાનું આયોજન છે, જેનું બાંધકામ અને જાળવણી આઈ.એ.એલ.એ.૮યબીબ૯ ની માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવશે. બેડીબંદર ખાતે કુલ ૩-નંગ, ર૦૦૦ ડેડ-વેઈટ ટનેજની ક્ષમતા ધરાવતાં માલવાહક બાર્જીસ ને લાંગરવાની સુવિધા અર્થે આયોજન કરાયેલ છે.
ભાવનગર બંદર ખાતે માલ-સામાનની આવન-જાવન માટે (ટ્રાફિક)માં નોંધપાત્ર વધારો થયેલ છે અને સારી / સુરક્ષિત નેવીગેશન સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે બંદરની આઉટર ચેનલમાં મેઈન્ટેનન્સ ડ્રેજીંગ કરવાનું આયોજન છે જેથી પ્લસ ૧૦ ફુટ નું સ્તર પ્રાપ્ત કરી શકાય.
કોલસાનું સંચાલન કરતાં બંદરોનું યાંત્રિકરણ
GMB
કોલસાના પરિવહન માટે નવલખી, મગદલ્લા, ઓખા અને ભાવનગરનું યાંત્રિકરણ.
નવલખી, મગદલ્લા અને ભાવનગર બંદરો માટે ડસ્ટસપે્રશન સીસ્ટમ.
ગુજરાત મેરીટાઈમ બોર્ડના કોલસાનું પરિવહન કરતાં બંદરો માટે અગ્નિક્ષામક સુવિધાઓનો વિકાસ.
ગુજરાત મેરીટાઈમ બોર્ડના કોલસાના પરિવહન કરતાં બંદરો માટે રોડ સ્વીપીંગ મશીન.
મગદલ્લા, ભાવનગર, પોરબંદર, ઓખા, બેડી અને નવલખી બંદર અંગે વિચારણા ચાલી રહી છે.
આઈ.એસ.પી.એસ.૮યક.ક૯ ના દિશાનિર્દેશો મુજબ ગુજરાત મેરીટાઈમ બોર્ડના બંદરોનું સંચાલન થાય છે. આ ઉપરાંત મગદલ્લા, ભાવનગર, પોરબંદર, ઓખાબંદર, બેડીબંદર અને નવલખીબંદરો માટે સી.સી.ટી.વી, સુરક્ષા અને દેખરેખ માટે સી.સી.ટી.વી, સુરક્ષા અને દેખરેખ માટે એકસેસ કંન્ટ્રોલ સીસ્ટમ ગોઠવવા માટે યોજના હાથ પર લેવામાં આવેલ છે. વધુમાં બેડીબંદર, પોરબંદર, ઓખાબંદર,ભાવનગર અને મગદલ્લાબંદર માટે પેટ્રોલ બોટસની ખરીદી કરવામાં આવેલ છે. ભાવનગર બંદર ખાતે અંલંગની બીચીંગ કામગીરી અર્થે ર ટન ક્ષમતાની ટગની ખરીદી કરવામાં આવેલ છે તેમજ સિકકાબંદર ખાતે પાયલોટીંગ અર્થે અત્યંત આધુનિક ૩પ ટન ક્ષમતાની ટગની ખરીદી કરવામાં આવેલ છે.
ગુજરાત મેરીટાઈમ બોર્ડના બંદરોના સર્વાંગી વિકાસ તેમજ નવા બંદરીય વિસ્તારોના વિકાસના આયોજનો માટે બોર્ડ દ્વારા સલામત અને મહત્તમ કાર્યક્ષમતા માટે પુરતી લાઈટ સુવિધા તેમજ પ્રકાશિતતા માટેનું આયોજન છે. વધુમાં ઉર્જાની બચત માટે વિદ્યુતીકરણના ક્ષેત્રમાં વધુ સંશોધન અને વિકાસલક્ષી કામગીરી પણ સતત ચાલી રહેલ છે. આ માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા બંદરોને પ્રકાશિત કરવાના ભાગરૂપે હાઈમાસ્ટ ટાવર ગોઠવીને અદ્યતન પાવરરેટીંગ લાઈટો દ્વારા બંદરોને જળહળિત બનાવવા માટેનો મહત્વકાંક્ષી પ્રોજેકટ હાથધરેલ છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા બોર્ડના પોતાના અને અન્ય જહાજોના કદ, ક્ષમતા અને ડ્રાફટ ને ધ્યાને રાખીને ડ્રાયડોક સુવિધાઓ વિકસાવવા અને ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.
ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગ વતી વેરાવળ અને પોરબંદર ખાતે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ડ્રેજીંગની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાત કોસ્ટગાર્ડ, નેવી, ગુજરાત મીનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન, જી.એસ.એફ.સી વિગેરે જેવા અન્ય સરકારી વિભાગો માટે ડ્રેજીંગની કામગીરી ડિપોઝીટરી વર્ક હેઠળ તેમજ થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન ની કામગીરી પણ કરવામાં આવે છે.
ગુજરાત મેરીટાઈમ બોર્ડના વિવિધ બંદરો ઉપર યાંત્રિક તેમજ ડ્રેજીંગ જહાજો અને સંસાધનો નીચે મુજબ ઉપલબ્ધ છે.
| યાંત્રિક એકમો | |
| ડ્રેજીંગ એકમો | |