મેરીટાઇમ યુનિવર્સિટી
મેરિટાઇમ યુનિવર્સિટીનો ખ્યાલ મેરિટાઇમ ઉદ્યોગ માટે નિષ્ણાંતો તૈયાર કરવાનું કેન્દ્ર વિકસાવવાનો તથા સંશોધનોને બળ આપવાનો છે. આનાથી કામગીરી માટે ભૌતિક માળખાકીય વિકાસ તૈયાર કરી શકાશે.
વેપારમાં નોંધપાત્ર વૃદ્ધિની સાથે-સાથે ભારતીય મેરિટાઇમ ઉદ્યોગે પણ છેલ્લાં કેટલાંક વર્ષ દરમિયાન ઝડપી વિકાસ સાધ્યો છે. ભારતીય મેરિટાઇમ ઉદ્યોગમાં સરકારી બંદરો, ખાનગી બંદરો, શિપ-માલીકો, ચાર્ટરર્સ, દલાલો, ફોરવર્ડ્સ, એજન્ટ્સ, શિપ ચેન્ડલર્સ, સર્વેયર્સ, મેનિંગ એજન્ટ્સ, શિપ મેનેજર્સ, શિપ ઓપરેટર્સ, મેરિટાઇમ વકીલો, શિપિંગ કન્સલ્ટન્ટ્સ સહિતની અન્ય સેવાઓનો સમાવેશ થાય છે.
બંદર અને શિપિંગની વિવિધ કામગીરી માટે કૌશલ્ય પ્રાપ્ત કામદારોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ગુજરાતમાં મેરિટાઇમ યુનિવર્સિટીની સ્થાપનાની આવશ્યકતા છે.
ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટીની જરૂરિયાતઃ
પ્રવર્તમાન ભૂમિકા અને ભવિષ્યની જરૂરિયાતોને જોતા, ગુજરાતે આંતરરાષ્ટ્રીય સહયોગથી મેરિટાઇમ શિક્ષણમાં પોતાની જાતને સર્વશ્રેષ્ઠ રાજ્ય (સ્ટેટ ઓફ એક્સેલન્સ) તરીકે વિકસાવવું જોઇએ. પરિણામે ગુજરાતે મહાસાગરોની કુદરતી ભૂગોળ (ઓશનોગ્રાફી), મેરિટાઇમ કાયદાઓ, મેરિટાઇમ સલામતી, પર્યાવરણને લગતા અભ્યાસો અને અન્ય સંબંધિત ક્ષેત્રોમાં અભ્યાસની ઉભરતી ક્ષમતાઓ પર ભાર મુકવાની સાથે મેરિટાઇમ અભ્યાસ, તાલીમ, સંશોધન અને વિસ્તરણ કાર્યમાં સહાય કરવા માટે પ્રોત્સાહન આપવા માટે મેરિટાઇમ યુનિવર્સિટી ધરાવવી જોઇએ.
નીચેના પરિબળો ગુજરાતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવાની જરૂરિયાતનું નિરુપણ કરે છેઃ
- મેરિટાઇમ સેકટરમાં ઝડપી વૃદ્ધિ
- ગુજરાતમાં મેરિટાઇમ કારોબારનો બદલતા પ્રકાર
- ગુજરાતમાં સૂચિત મેરિટાઇમ ક્લસ્ટરને ટેકો આપવા માટે કુશળ કાર્યદળ
- ગુજરાતમાં મેરિટાઇમ શિક્ષણ માટે અત્યંત મર્યાદિત વિકલ્પો
- ભારતના સૌથી મોટા અને મહાકાય પોર્ટ્સ (બંદરો)નું ઘર
- પોર્ટની કામગીરીના વ્યાપારી પરિમાણો પર કેન્દ્રિત સેન્ટર ઓફ એક્સેલન્સ