મેરીટાઇમ સમુદાય
GMB
GMB
GMB
પ્રોજેક્ટ આવશ્યકતા
જીએમબી રાજ્યની અંદર બંદર/શિપિંગ સેવાઓ માટે સંપૂર્ણ ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે, જેથી બંદરો વધુ આકર્ષક અને સ્પર્ધાત્મક બને. હાલમાં આ પ્રકારની મોટાભાગની સુવિધાઓ મુંબઇ અથવા ચેન્નઇ/કોચીનમાં આવેલી છે.
પ્રોજેક્ટ અમલ મોડલ
કોર સેવાઓ
(શીપીંગ અને પોર્ટ સંબંધિત)
ફાયનાન્સ અને નિયંત્રણ સેવાઓ
આર અને ડી, શિક્ષણ અને તાલીમ
જીએમબી ડેવલપર તરીકે
ડેવલપર તરીકે જીએમબી
એઇડ જમીન અને ગ્રાન્ટ સાથે આધાર માટે.
જમીન અને ભંડોળ સહાયમાં મદદરૂપ બનવાની સાથે જીએમબી ટ્રેનિંગ સેન્ટર / યુનિવર્સિટી/ આરએન્ડડી સેન્ટર જેવા મહત્વપૂર્ણ માળખાનો વિકાસ/ભાગીદારી કરી શકે છે.
સહ-વિકાસકર્તા
ગુજરાતમાં શિપિંગ એજન્ટ્સ, શિપિંગ માલીકો, શિપિંગ એજન્સીઝ, શિપિંગ મેનીંગ એન્ડ ચેન્ડલર્સ, શિપિંગ ફાયનાન્સ અને વીમા જેવા સોફ્ટ મેરિટાઇમ માળખા અને સેવાઓના વિકાસ, સર્વિસ લેન્ડ વત્તા સામાન્ય આંતરમાળખાકીય ઉદ્દેશ્યો માટે સહ-વિકાસકર્તા (ક્લસ્ટર માટે ઉદ્યોગ સહાયક તરીકે એસપીવી). શિપના વર્ગીકરણ અને નોંધણી.
હાલમાં મુંબઇ, દુબઇ અથવા કોલંબોમાંથી તેને પ્રાપ્ત કરવામાં આવે છે. અમદાવાદ અથવા સૂરત જેવા મોટા શહેરી કેન્દ્રો પાસે પ્રોજેક્ટની સ્થાપના કરાય તેવી શક્યતા છે.
લાભો
મેરિટાઇમ પ્રવૃત્તિઓથી થતા મુખ્ય લાભો (આર્થિક અસરો)ને પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે હિસ્સામાં વહેંચી શકાય છે.
- ક્લસ્ટર દ્વારા પ્રત્યક્ષ રીતે આર્થિક પ્રવૃત્તિ અને રોજગાર સર્જન ઉપર અસર.
- પરોક્ષ અસરોમાં રોજગારી, સપ્લાય ચેઇન તથા અર્થતંત્રમાં થતાં વપરાશનો સમાવેશ થાય છે.
આથી ક્લસ્ટરમાં પેદા થતાં મૂલ્ય અને માગ ઉપર અર્થતંત્રની અસર રહે છે અને તેનાથી વધુ રોજગાર અને મારગનું સર્જન થાય છે. જેના પરિણામે સામાન્ય પ્રત્યક્ષ પ્રવૃત્તિઓની સરખામણીમાં આર્થિક મહત્વતા વધુ રહે છે. આનાથી જણાય છે કે દરિયા કિનારે મેરિટાઇમ પ્રવૃત્તિઓની મહત્વતા માત્ર રોજગાર સર્જન સુધી સિમિત નથી, પરંતુ આર્થિક પ્રવૃત્તિઓને પણ બળ મળે છે. વધુમાં તેનાથી મેરિટાઇમ અર્થતંત્રમાં સ્પર્ધાત્મકતા અને વૃદ્ધિને પણ બળ મળે છે.