હજીરા પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ (એચપીપીએલ)
GMB
GMB
જીએમબીએ હજીરા બંદરને વિકસાવવા માટે મેસર્સ શેલ ગેસ બી.વીને બંદર વિકસાવવાના અધિકારો આપ્યાં છે. આ માટેના કન્સેશન કરાર એપ્રિલ, 2002માં મેસર્સ શેલ ગ્રુપ દ્વારા પ્રાયોજિત કંપની મેસર્સ હજીરા પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ (એચપીપીએલ) સાથે કરવામાં આવ્યાં છે. કંપનીએ હજીરા બંદર ખાતે એલએનજીની આયાત અને સંગ્રહની સુવિધાઓ વિકસાવી હતી અને તે વર્ષ 2005થી કાર્યરત છે. વર્ષ 2013-14 દરમિયાન બંદરે આશરે 2.84 મિલિયન ટન એલએનજીનું સંચાલન કર્યું હતું.
મેસર્સ અદાણી હજીરા પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ (એએચપીપીએલ)ને સબ-કન્સેશન એગ્રીમેન્ટ મારફતે હજીરા બંદરને વિકસાવવાના ફેઝ (તબક્કા) 1બી માટે અધિકારો આપવામાં આવ્યાં હતાં. ફેઝ 1બી યોજના હેઠળ નોન એલએનજી ટર્મીનલ્સ –કન્ટેનર્સ, લિક્વિડ બલ્ક, મેજર બલ્ક અને માઇનોર બલ્કનું સંચાલન ડેવલપર દ્વારા કરવામાં આવે છે. 5 બર્થ્સનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ ગયું છે અને તે કાર્યરત છે.
બંદર અંગેની વધુ માહિતી મેળવવા માટે ક્લિક કરો અને જૂઓઃઅદાણી હઝીરા પોર્ટ પ્રા. લિમિટેડ
અન્ય ગ્રીનફીલ્ડ પોર્ટ