જીએમબી અને ગુજરાત સરકારના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઇન્ટિગ્રેટેડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (IPMS)ના વિગતવાર અભ્યાસ અને વિશ્લેષણ બાદ ગાંધીનગર અને જીએમબીના તમામ બંદરો ઉપર તથા ખાસ કરીને 11 બંદર જિલ્લાઓ (બંદરોના સમૂહ) ખાતે અમલમાં મૂકવાનું આયોજન છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને અત્યંત સુરક્ષિત અને અદ્યતન જીએમબી વાન (વાઇડ એરિયા નેટવર્ક)ને ડિઝાઇન કરવામાં આવ્યું છે. અભ્યાસ દરમિયાન સુરક્ષા અને દેખરેખ, ભાવિ સુગમતા, વર્તમાન જરૂરિયાતો, પ્રદર્શન, નેટવર્ક ગીચતા, નેટવર્ક ઉપલબ્ધતા, પોર્ટેબિલિટી, આઇપીએમએસ અને વોઇપ રેડિયો કનેક્ટિવિટી વગેરે જેવાં વિવિધ માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યાં હતાં.
જીએમબી વાનમાં સંખ્યાબંધ સક્રિય નેટવર્ક ઉપકરણો જેમકે રાઉટર્સ, કોર સ્વિચિસ, ફાયરવોલ્સ, આઇપીએસ, એક્સેસ સ્વિચિસનો સમાવેશ થાય છે તથા તેમાં ગાંધીનગર ખાતેનું મુખ્યાલય અને બંદર ખાતેની જિલ્લા કચેરીઓને આવરી લેવાશે. આધુનિક નેટવર્ક મેનેજમેન્ટ સિસ્ટમની મદદથી નેટવર્કનું સંચાલન કરાશે, જેને સેન્ટ્રલ સર્વર ઉપર આધારિત રહેશે.
આઇએનપીઆઇ (INPI)ના મુખ્ય ઉદ્દેશ્યો- સમગ્ર ગુજરાતમાં જીએમબીની કચેરીઓ ખાતે પરોક્ષ અને માળખાગત નેટવર્કિંગ ઉપલબ્ધ બનાવવું.
- વિવિધ બંદર કાર્યાલયને જીસ્વાન અને / અથવા વીપીએન એમપીએલએસ મારફતે ગાંધીનગર ખાતેના મુખ્યાલય વચ્ચે સંપર્ક બનાવવો.
- નેટવર્ક સુરક્ષા પૂરી પાડવી.
- એસડીસી (SDC)માંથી આંતરિક વપરાશકર્તાઓને એપ્લીકેશન એક્સેસ પૂરી પાડવી
- ઓએફસી (OFC) મારફતે ગાંધીનગર ખાતેના સ્ટેટ ડેટા સેન્ટર સાથે જીએમબી મુખ્યાલયને જોડવું.
- જીએમબીની વોઇપ, સીસીટીવી વિડિયો ફીડ્સ વગેરે જેવી ભાવિ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભવિષ્યને ધ્યાનમાં રાખીને નેટવર્ક તૈયાર કરવું.