સિવિલ
G
G
રો –રો ફેરી યોજના
રાજ્યના બે અખાત રાજયને ત્રણ હિસ્સામાં વહેચે છે, જેથી ફેરી સર્વિસ ચલાવવા માટે ગુજરાત એક આદર્શ સ્થળ ગણી શકાય.
ભાવનગર અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોથી દક્ષિણ ગુજરાત ખાતે અવરજવર કરતા ભારે વાહનો, મોટરકાર તેમજ તેમજ મુસાફરોને ખંભાતના અખાતમાં રો-રો ફેરી સર્વિસથી દરીયાઇ માર્ગે પરિવહન કરવા માટેની મહત્વાકાંક્ષી યોજના રાજ્ય સરકાર ધ્વારા ગુજરાત મેરીટાઇમ બોર્ડં મારફત હાથ ધરી છે. આ યોજનાના અમલીકરણથી ઘોઘા અને દહેજ વચ્ચેના જમીન માર્ગ 360 કિમી થી દરીયાઇ માર્ગે 31 .કિમી થશે.
યોજનાના લાભો
- પરિવહન માટેના સમય અને ખર્ચ માં ઘટાડો
- ઇંધણના વપરાશમાં ઘટાડો
- માર્ગ પરની ગીચતા અને અકસ્માતમાં ઘટાડો
- માલ લાંગરવા અને ઉતારવા માટેના વાહનના રાહ જોવાના સમયમાં ઘટાડો
- રોડ/રેલ તંત્રમાં વિસ્તરણ
- પરિવહનના સંશાધનોની વધુ ઉત્પાદકતા ની સિધ્ધી
- માર્ગ પરીવહનની આંતર માળખાકીય સુવિધાના ઉપયોગમાં ઘટાડો અને તેની જાળવણીના ખર્ચમાં ઘટાડો
- વાતાવરણમાં થતા પ્રદુષણમાં ઘટાડો ( વાતાવરણમાં ઉત્સર્જિત થતા C O2માં નોંધપાત્ર ધટાડો)
- પરિવહન દરમ્યાન માલ સામાનને પડતી અગવડતા અને નુકશાનમાં ઘટાડો
યોજનાની તકો
- રો –પેક્સ જહાજ લાવી તેનુ સંચાલન
- આનુસાંગિક ધંધાકીય કેન્દ્રો નો વિકાસ
- પ્રવાસન વિકાસ
- બંદર અને રોડને લગતા આનુસાંગિક, આંતરમાળખાકીય સુવિધાનો વિકાસ
- લોજીસ્ટીક પાર્ક
- સંબંધિત ક્ષેત્રોમાં રોજગારીની તકો
ખંભાતના અખાતમાં દહેજ અને ઘોઘા વચ્ચે પાઇલોટ પ્રોજેક્ટ ઉપર એક નજર
- ચિત્રાત્મક રજૂઆત
- સંભવિત ટ્રાફિક
- અમલીકરણ મોડલ
- ટર્મિનલ લેઆઉટ
બંન્ને દિશામાંથી વાહન / મુસાફરોની અવરજવર – ફેબ્રુઆરી – 2012.
| દક્ષિણ ગુજરાત | સૌરાષ્ટ્ર | મલ્ટી એક્સેલ ટ્રક્સ | ભારે ટ્રક | એલ.સી.વી | કાર | કુલ વાહનો | મુસાફરો |
| કુલ | 450 | 3320 | 670 | 780 | 5220 | 12800 |
ઘોઘા અને દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસ
| જીએમબી | ખાનગી ઓપરેટર |
- ઘોઘા અને દહેજ ખાતે ટર્મિનલનું બાંધકામ
- કેપીટલ અને મેઇન્ટેનન્સ ડ્રેજીંગ
- નેવિગેશનલ સગવડતા
|
- રો પેક્સ ફેરી કમ ટર્મિનલ ઓપરેશન
|
| ટર્મિનલ લે-આઉટ રેખાંકન | ડાઉનલોડ |
| દહેજ |
|
| ઘોઘા |
|
કચ્છના અખાત અને ખંભાતના અખાતમાં વિસ્તરણની ભાવિ યોજના :-
ખંભાતના અખાતમાં રો-પેક્સ ફેરી સર્વિસ નેટવર્ક વિસ્તારવાની સંભાવનાઓ અને કચ્છના અખાતમાં રો-રો ફેરી સર્વિસ વિકસાવવા માટે સ્થળોની પસંદગીની કામગીરી તજ્જ્ઞ મારફતે શરૂ કરી છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો :-
મુખ્ય ઈજનેર
ગુજરાત મેરીટાઇમ બોર્ડ
વડી કચેરી, સેક્ટર-10-એ,
"છ” રોડ, એરફોર્સ બસ સ્ટેન્ડ સામે, ગાંધીનગર :- 382010.
ફોન: +91 79 23238346/47/48/51
ફેક્સ: +91 79 23244132
વેબસાઇટ : www.gmbports.org