| નામ | અદાણી હજીરા પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ |
| સ્થળ | હજીરા, ખંભાતનો અખાત |
| સરનામું | અદાણી હજીરા પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ.
પીઓ હજીરા,
ચોર્યાશી સુરત – 394270
ગુજરાત, ભારત.
ફોન. +91 261 2207780 |
|---|
| અક્ષાંશ અને રેખાંશ | અક્ષાંશ : 21º 06’ ઉ; રેખાંશ : 72º 37’ પૂ (અંદાજે) |
|---|
| સવલતનો પ્રકાર | મલ્ટી-પર્પઝ (કન્ટેનર, બલ્ક અને લિક્વિડ) |
| તમારી દરિયાઇ સુવિધા વિશે ટૂંકાણમાં જણાવો. | અદાણી હજીરા પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ (એએચપીપીએલ) હજીરા દ્વીપકલ્પની પશ્ચિમ બાજૂએ વ્યૂહાત્મક સ્થળ ઉપર અક્ષાંશ 21° 06’ ઉ, રેખાંશ 72° 37’ પૂ ઉપર આવેલું છે. અદાણી હજીરા પોર્ટ યુરોપ, આફ્રિકા, અમેરિકા અને મધ્યપૂર્વના દેશો સાથે આંતરરાષ્ટ્રીય વેપાર માટેનો અનુકૂળ માર્ગ ઉપલબ્ધ કરાવવા સાથે જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રયત્નશીલ છે.
અદાણી હજીરા પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ (AHPPL) હજીરા પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ (HPPL) સાથેના કરાર હેઠળની શરતો મૂજબ હજીરા બંદર ખાતે તમામ નોન-એલપીજી સુવિધાઓનું સંચાલન કરે છે. આ પ્લાનમાં નોન-એલએનજી ટર્મીનલ્સ (કન્ટેનર અને બલ્ક ટર્મીનલ્સ તથા સૂચિત લિક્વિડ ટર્મીનલ)ની સાથે-સાથે લાંબાગાળાના બંદર વિકાસનો પણ સમાવેશ થાય છે. એલએનજી ટર્મીનલનું સંચાલન એચપીપીએલ દ્વારા જ કરવામાં આવશે. ભવિષ્યમાં બંન્ને એકમો સાથે મળીને હજીરા બંદરની રચના કરશે.એએચપીપીએલે(AHPPL) જાન્યુઆરી, 2012માં કામકાજનો પ્રારંભ કર્યો હતો.
5 બર્થ્સ વિકસાવવામાં આવ્યાં છે અને હાલમાં પ્રથમ તબક્કાના ભાગરૂપે 4માં કામગીરી ચાલી રહી છે. કુલ 5 બર્થ્સમાંથી 2 કન્ટેનર્સ અને 3 બર્થ્સ મલ્ટી-પર્પઝ ટર્મીનલ 80,000 ડીડબલ્યુટી (DWT) થી 150,000 ડીડબલ્યુટી (DWT) સુધીના કદની વેસલ્સનું સંચાલન કરે છે.
યાર્ડમાં સંચાલનમાં મદદરૂપ બનવા માટે મટીરીયલ હેન્ડલિંગ સિસ્ટમ્સ (રેલ માઉન્ટેડ ક્વે ક્રેન્સ, રબર ટાયર્ડ ગેન્ટ્રી ક્રેન્સ, મોબાઇલ હાર્બર ક્રેન્સ, સ્ટેકર કમ રિક્લેઇમર કન્વેયર સિસ્ટમ વગેરે) બેક અપ જરૂરી છે.
આ બંદરમાં ગેટવે પોર્ટ તરીકે ભુમિકા નિભાવવાની શ્રેષ્ઠ ક્ષમતાઓ છે, જે દ્વારા ઉત્તર, પશ્ચિમ અને મધ્યભારતના અંતરિયાળ વિસ્તારોમાં ફેલાયેલા વૈવિધ્યસભર ઔદ્યોગિક સમૂહોને સેવા આપી શકાય છે. આ અંતરિયાળ વિસ્તારના ઉદ્યોગો દેશના કન્ટેનર ટ્રાફિકમાં આશરે 65 ટકા યોગદાન આપે છે. |
| આયાત-નિકાસ થતી વસ્તુઓ | કોલસોસા અને અન્ય બ્રેક બલ્ક અને કન્ટેનર્સ |
|---|
| આયાત | કન્ટેનર્સ, ક્લિંકર્સ, જીપ્સમ, પ્રોજેક્ટ કાર્ગો, રોક ફોસ્ફેટ, સ્ટીમ કોલસો, સ્ટીલ પ્લેટ્સ |
|---|
| નિકાસ | કન્ટેનર્સ, સોયાબીન મીલ, પ્રોજેક્ટ કાર્ગો, સ્ટીલ પ્લેટ્સ |
|---|
| નિર્માણ કરાયેલી વેસલ્સના પ્રકારો | લાગુ પડશે નહીં. |
|---|
| રેલ અને રોડ નેટવર્ક | અદાણી હજીરા પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ ભારતના ગુજરાત રાજ્યના પશ્ચિમ કિનારે આવેલું છે. હજીરા (સુરત) બંદર) સુરત શહેરથી આશરે 25 કિમી અને મુંબઇથી આશરે 250 કિમી દૂર આવેલું છે. બંદર વ્યૂહાત્મક રીતે દેશના પરિવહન માળખાના મુખ્ય નેટવર્ક એટલે કે દિલ્હી-મુંબઇ મેઇનલાઇન રેલ માર્ગથી માત્ર 25 કિમી દૂર અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ-8)થી આશરે 40 કિમી દૂર આવેલુ છે. |
|---|
| સ્ટીમરો સાથે સંદેશાવ્યવહાર | વીએચએફ સીએચ 16 અને 69 (VHF Ch. 16 & 69) |
|---|
| ચાર્ટ્સ | ચાર્ટ નંબર 20101 અને 2034 (ઇન્ડિયન હાઇડ્રોગ્રાફિક ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રકાશિત). |
|---|
| એન્કરેજ | સૂચિત એન્કરેજ મગદલ્લા પોર્ટ લિમિટ્સની બહાર હાર્બરથી અંદાજે 11 માઇલ એસડબલ્યુ (SW) ઉપર આવેલું છે, જ્યાં સમુદ્રની તળીયું રેતાળ છે અને તે સારી હોલ્ડિંગ જમીન છે. પોર્ટ લિમિટ્સની અંદર એન્કરિંગ પ્રતિબંધિત છે અને વેસલને મેનીવરીંગ અથવા આપાતકાલીન સ્થિતિમાં કામચલાઉ ધોરણે જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. |
|---|
| ડ્રાફ્ટ (બર્થિંગ સ્ટ્રક્ચર, ટર્નિંગ સર્કલ અને ચેનલ ઉપર) | ચેનલ, ટર્નિંગ સર્કલ અને બર્થ્સને ચાર્ટ ડેટમની નીચે 13 મીટરની ઉંડાઇએ ગોઠવવામાં આવ્યાં છે. |
|---|
| પાઇલોટેજ | હજીરા બંદર ખાતે પાઇલોટેજ ફરજિયાત છે. અદાણી હજીરા પોર્ટ (AHPPL) ઉપર પાઇલોટ બોર્ડિંગ ગ્રાઉન્ડ અક્ષાંશ 21˚ 02.5’ – ઉ અને રેખાંશ 72˚ 34.0 પૂ ઉપર છે. વેસલ ઉપર પાઇલોટ બોર્ડિંગ માટે એક ટગનો ઉપયોગ કરવામાં આવશે. બંદર નિયંત્રક વેસલને બોર્ડિંગની ઝડપ તથા બોર્ડિંગ માટેની જરૂરિયાતો અંગે સૂચનો આપી શકે છે. પાઇલોટનું સુરક્ષિત બોર્ડિંગ સુનિશ્ચિત કરવા માટે સારા લી (પવનની વિપરિત દિશા)ની જરૂર રહે છે. પાઇલોટ એમ્બાર્કેશન વિસ્તારમાં સારી હેવીંગ લાઇનને સ્ટેન્ડબાય રાખવી જરૂરી છે, જેથી પીપીયુ (Portable Pilot Unit) ઉપકરણને ટગમાંથી સુરક્ષિત રીતે ઉંચકી શકાય. આનો ઉપયોગ ચેનલથી બર્થ સુધી જહાજના નેવિગેશન માટે કરી શકાશે. |
|---|
| દરિયાઇ લાક્ષણિકતાઓ : એચએચડબલ્યુ (HHW), એમએચએચડબલ્યુ (MHHW), એમએલએચડબલ્યુ (MLHW), એમએચએલડબલ્યુ (MHLW), એમએલએલડબલ્યુ (MLLW), એમએસએલ (MSL) – મીટરમાં. | સૌથી વધુ એસ્ટ્રોનોમિકલ ટાઇડ [HAT] - સીડી (CD) +8.68
મીટર મીન હાયર હાઇટ વોટર [MHHW] – સીડી (CD) +6.96
મીટર મીન લોવર હાઇ વોટર [MLHW] – સીડી (CD) +5.84
મીટર મીન સી લેવલ [MSL] –સીડી (CD) +4.19
મીટર મીન હાયર લો વોટર [MHLW] – સીડી (CD) +2.11
મીટર મીન લોવર લો વોટર [MLLW] – સીડી (CD) +1.37
મીટર લોવેસ્ટ એસ્ટ્રોનોમિકલ ટાઇડ [LAT] – સીડી (CD) -0.32 મીટર |
|---|
| હાર્બરનું માળખું | ઉંડા પાણી, તમામ હવામાન, ડાયરેક્ટ બર્થિંગ, મલ્ટી કાર્ગો બંદર તરીકે હજીરા બંદરને બનાવવામાં આવ્યું છે, જે હાર્બર ડિઝાઇનથી સુરક્ષિત છે અને તેમાં બે બ્રેકવોટર્સ છે. પૂર્ણ ક્ષમતાથી કાર્યરત અદાણી હજીરા પોર્ટ પ્રાઇવેટ લિમિટેડમાં 1 કિમીની શોર્ટ એપરોચ ચેનલ અને હાલમાં 13મીટરની ડ્રાફ્ટમાં 3 મલ્ટી-પર્પઝ અને 2 કન્ટેનર બર્થ્સનો સમાવેશ થાય છે જેની કામગીરી જાન્યુઆરી, 2012થી શરૂ થઇ ગઇ છે.
| બર્થનું નામ |
બર્થના પ્રકાર |
સીડી (CD) (મી)ની નીચે ઉંડાણ |
મહત્તમ એલઓએ (LOA) (મી) |
મહત્તમ ડ્રાફ્ટ (મી) |
મહત્તમ ડ્રાફ્ટ (મી) |
મહત્તમ ડિસ્પ્લેસમેન્ટ (એમટી) |
ચીજ-વસ્તુઓનું સંચાલન |
| એમપી (MP)-1 | બહુહેતુ | 13.0 |
300 |
50 |
13 |
187200 |
બલ્ક, સ્ટીલ, લિક્વિડ | | એમપી (MP)-2 | બહુહેતુ | 13.0 |
300 |
50 |
12 |
187200 |
બલ્ક, સ્ટીલ, લિક્વિડ | | એમપી (MP)-3 | બહુહેતુ | 10.0 |
260 |
50 |
12 |
106700 |
બલ્ક, સ્ટીલ, લિક્વિડ | | સીટી (CT)-1 | કન્ટેનર | 13.0 |
315 |
50 |
13 |
153000 |
કન્ટેનર | | સીટી (CT)-2 | કન્ટેનર | 13.0 |
315 |
50 |
12 |
153000 |
કન્ટેનર | |
|---|
| દિશાસૂચન માટેના સાધનો | બોયુ અને લિડિંગ લાઇટ્સ
એએચપીપીએલ (AHPPL) ચેનલ 4 ચેનલ માર્કીંગ બોયુસથી માર્ક કરાયેલ છે. આની વિગતો નીચે મૂજબ છે. તમામ કો-ઓર્ડિનેટ્સ ડબલ્યુજીએસ (WGS) 84 ડેટમમાં છે.
બોયુઝ
| બોયુઝી |
સ્થિતિ |
ઉંડાણ |
લાક્ષણિકતાઓ |
| Latitude (N) |
Longitude (E) | | લીલા (એ1) | 21° 05.28' ઉ | 72° 37.20' પૂ |
10.5 મી |
Q Fl (G) 1s | | લાલ (એ2) | 21° 05.43' ઉ | 72° 37.26' પૂ |
10.5 મી |
Q Fl (G) 1s | | લીલા (એ3) | 21° 05.21' ઉ | 72° 37.26' પૂ |
10.5 મી |
Q Fl (2) G 5s | | લાલ (એ4) | 21° 05.28' ઉ | 72° 37.51' પૂ |
10.5 મી |
Q Fl (2) R 5s | |
|---|
| યાંત્રિક સવલતો અને સાધનો | ક્રેન્સ: લાઇભેર ક્રેન્સ : 4 X SWL 75T (ગ્રેબ્સ : 4 X 46M3)
કન્ટેનર ક્રેન્સ : ક્વે ક્રેન્સ : 4 X પોસ્ટ પેનામેક્સ એસડબલ્યુએલ
(SWL) : 61T સ્પ્રેડર આઉટરીચ હેઠળ : 51મી
રબર ટાયર ગેન્ટ્રીઝ : 12 નંબર
લિક્વિડ : ભવિષ્યમાં ક્લિન પ્રોડક્ટ્સ અને રસાયણોનું સંચાલન કરવામાં આવશે.
હોઝિસ અને લોડીંગ આર્મ્સઃ કાર્ગો કામગીરી માટે ટેન્કર્સના મેનીફોલ્ડ્સ સાથે ફ્લેક્સિબલ હોઝિસ જોડવામાં આવશે.
વેસલ્સના આવતા પહેલાં રિડ્યુસર્સના કદ વિશે જાણકારી આપી દેવાશે. |
|---|
| ટ્રાન્ઝિટ શેડ્સ અને ગોડાઉન્સ | લાગુ પડશે નહીં. |
|---|
| ભવિષ્યના વિકાસ આયોજનો | બીજા તબક્કામાં લિક્વિટ ટર્મીનલ (ક્લિન ઓઇલ, રસાયણો માટે), કન્ટેનર અને મલ્ટી-પર્પઝ ટર્મીનલ્સની સુવિધાની યોજના. |
|---|
| વેબસાઇટ | www.adanihaziraport.com |
|---|
| સંપર્ક અંગેની માહિતી | અદાણી હજીરા પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ.
પીઓ હજીરા,
ચોર્યાશી, સુરત – ૩૯૪૨૭૦
ગુજરાત, ભારત
ફોન : +૯૧ ૨૬૧ ૨૨૦૭૭૮૦ |