શિપ યાર્ડ્સ
આર્થિક વૈશ્વિકરણમાં વધારાને પગલે છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન ગુજરાતના શિપબિલ્ડિંગ ઉદ્યોગનો હિસ્સો વધ્યો છે અને હવે તે વિશ્વભરમાં મહ્તવપૂર્ણ શિપબિલ્ડંગ કેન્દ્ર બની રહ્યું છે. દક્ષિણ એશિયામાં ગુજરાત રાજ્ય મજબૂતાઇ સાથે નવા શિપબિલ્ડંગ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે અને ઘણાં પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે.
ભારતમાં શિપબિલ્ડિંગની ઓર્ડરબુકમાં ગુજરાતનો હિસ્સો 60 ટકા છે. હાલમાં, ગુજરાતમાં નવ શિપબિલ્ડિંગ યાર્ડ્સ કાર્યરત છે, આઠનું અમલીકરણ ચાલી રહ્યું છે તથા છ મંજૂરી મેળવવાની પ્રોસેસમાં છે. ગુજરાત મેરિટાઇન બોર્ડ (જીએમબી)એ વધુ નોંધપાત્ર શિપબિલ્ડંગ પ્રોજેક્ટ્સનું આયોજન કર્યું છે.
વર્તમાન સમયમાં ગુજરાતમાં 9 શિપયાર્ડ કાર્યરત છેઃ
| ક્રમ | વિકાસકર્તા નામ | સ્થાન |
|---|
| 1 | એબીજી શિપયાર્ડ લિમિટેડ. | મગદલ્લા, સુરત |
| 2 |
એબીજી શિપયાર્ડ લિમિટેડ. | જાગેશ્વર, દહેજ |
| 3 | એલ એન્ડ ટી | હજીરા |
| 4 |
શોફ્ટ શિપયાર્ડ પ્રા. લિમિટેડ. | કલાદરા ગામ |
| 5 |
પીપાવાવ શિપયાર્ડ લિમિટેડ. | પીપવાવ |
| 6 | મોડેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ. | ઓલ્ડ પોર્ટ, ભાવનગર |
| 7 | વાડિયા બોટ બિલ્ડર્સ | બિલિમોરા |
| 8 | અલ્કોક અશડોવન(ગુજરાત) લિમિટેડ. | ઓલ્ડ પોર્ટ ભાવનગર |
| 9 | અલ્કોક અશડોવન(ગુજરાત) લિમિટેડ. | ચાંચ નજીક પીપાવાવ |
ઘણી ભારતીય કંપનીઓ ગુજરાતના દરિયાકાંઠે કામગીરી શરૂ કરવાની યોજના ધરાવે છે ત્યારે ગુજરાત રાજ્ય શિપયાર્ડ્સના વિકાસ માટે જંગી રોકાણ મેળવે તેવી શક્યતાઓ છે. રાજ્યમાં શિપયાર્ડ્સ વિકસાવવા અંગે રસ દર્શાવનાર કંપનીઓમાં એબીજી શિપયાર્ડ, એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જિન્દાલ શિપયાર્ડ અને મોડેસ્ટ શિપયાર્ડ લિમિટેડ વગેરેનો સમાવેશ થાય છે. આથી ગુજરાત સરકારે દરિયાકાંઠાના વિસ્તારોના આર્થિક વિકાસના વિઝન અંતર્ગત વર્ષ 2010માં શિપબિલ્ડિંગ નીતિની જાહેરાત કરી હતી.
શિપબિલ્ડિંગ નીતિના ઉદ્દેશ્યોઃ:
બહુવિધ અભિગમ સાથે પોતાના શિપયાર્ડ્સ વિકસાવવા માટે જીએમબી દ્વારા અપનાવાયેલું બિઝનેસ મોડલઃ
શિપબિલ્ડિંગ / મરિન શિપબિલ્ડિંગ પાર્ક માટે ક્લસ્ટર ડેવલપમેન્ટ મોડલઃ
ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી)એ ક્લસ્ટર આધારિત શિપયાર્ડ્સ અથવા મરિન શિપબિલ્ડિંગ પાર્ક (એમએસપી)ને ગુજરાતના દરિયા કિનારે 5થી 8 કિમીના પટ્ટામાં વિકસાવવાનો ખ્યાલ રજૂ કર્યો છે. ક્લસ્ટરના વિકાસ માટે જીએમબી ખાનગી ડેવલપર્સને મંજૂરીઓ અને અન્ય કાનૂની મંજૂરીઓ મેળવવા માટે બાબતે સહયોગ આપશે. લાંબાગાળાના ધોરણે વિકાસ માટે વોટરફ્રન્ટ્સને ફાળવવામાં આવશે. શિપબિલ્ડંગ ઉદ્યોગ માટે જરૂરી ચોક્કસ કુશળતા પૂરી પાડા માટે સરકારે તાલીમ સંસ્થાઓની સ્થાપના/સુધારો કરવાની દિશામાં પહેલ કરી છે. ગુજરાતના દરિયા કિનારે મરિન શિપબિલ્ડિંગ પાર્ક વિકસાવવા માટે દહેજ વિસ્તારમાં નર્મદા નદીના ઉત્તર કિનારા અને જૂના ભાવનગર બંદર એમ બે સ્થળોને મંજૂરી આપવામાં આવી છે.
મરિન શિપબિલ્ડિંગ પાર્ક્સની મુખ્ય લાક્ષણિકતાઓઃ
- મરિન શિપબિલ્ડિંગ પાર્ક્સ (એમએસપી)માં જીએમબી લાયસન્સ સાથે પ્લોટ્સની ફાળવણી કરશે, જેથી વોટરફ્રન્ટ અને જમીનનો ઉપયોગ કરી શકાય.
- નોડલ એજન્સી તરીકે જીએમબી મરિન શિપબિલ્ડિંગ પાર્ક (એમએસપી) વિકસાવશે તથા જીઆઇડીસી અને અન્ય એજન્સીઝ સાથે મળીને વિકાસ પ્રવૃત્તિઓ હાથ ધરશે.
- તબીબી સુવિધાઓ, રહેઠાણ, એચઆરડી અને અન્ય સંબંધિત સુવિધાઓ એમએસપી વિસ્તારમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- શિપબિલ્ડિંગ ઉદ્યોગની જરૂરિયાતોને અસરકારક રીતે પહોંચી વળવા માટે જીએમબીએ શિપયાર્ડ વિકસાવવા માટે ઉત્સુક કંપનીઓ માટે સૂચિત લાભો તથા પ્રોત્સાહનો જાહેર કરવામાં આવશે.
જીએમબીની વિચારણા હેઠળના મુખ્ય પ્રોત્સાહનો અને લાભો આ મૂજબ છેઃ
- જીએમબી સરકારી જમીનનું સંપાદન કરશે અને ત્યારબાદ શિપબિલ્ડિંગ/રિપેરિંગ કામકાજનો ઉદ્દેશ્ય ધરાવતી કંપનીઓને લાયસન્સના સમયગાળા પ્રમાણે ભાડાપટ્ટે પ્લોટ્સની ફાળવણી કરશે.
- જીએમબી એમએસપી/ક્લસ્ટરના વિકાસ માટે જરૂરી માર્ગ, પાણી પુરવઠો, વીજળી, ગટર વ્યવસ્થા, કેપિટલ ડ્રેજિંગ, નેવીગેશનલ સહાય, ગેસ અને પાવર સપ્લાય વગેરે જેવી મૂળભૂત માળખાકીય સેવાઓનો વિકાસ કરશે.
- જીએમબી રાષ્ટ્રીય સુરક્ષા, સંરક્ષણ, પર્યાવરણ અને આર્થિક વિકાસની જાળવણી થાય તથા દરેક શિપબિલ્ડંગ સ્થળે તેને યોગ્ય રીતે સંબોધવામાં આવે તે પણ સુનિશ્ચિત કરશે.
- આ ઉપરાંત જીએમબી શિપયાર્ડ કંપનીને બાંધકામ હેઠળના જહાજો માટે પોતાના માટે આઉટફીટીંગ જેટ્ટી બનાવવાની પણ મંજૂરી આપશે.
- જીએમબી શિપયાર્ડ સંચાલન સંબંધિત કામગીરી માટે શિપયાર્ડ કંપનીને સંપૂર્ણ સંચાલકીય સ્વાયત્તા આપશે (સંબંધિત કાયદાના માળખામાં રહીને).
- જીએમબી મરિન શિપબિલ્ડિંગ પાર્ક (એમએસપી)ને એસઇઝેડ ફિસ્કલ જાહેર કરવા તથા ભારત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત અપાતા લાભો શિપબિલ્ડિંગ કંપનીઓને પણ આપવામાં આવે તે બાબતે ભલામણ કરશે.
ગુજરાત શિપબિલ્ડિંગ ઉદ્યોગની ભાવિ યોજનાઓઃ
- ગુજરાત રાજ્ય શિપબિલ્ડિંગ ઉદ્યોગમાં જંગી રોકાણ મેળવે તેવી અપેક્ષા છે. રાજ્ય સરકાર અને જીએમબી આ ઉદ્યોગને વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે અને પોતાના સ્તરે તમામ સ્પર્ધાત્મક લાભોનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે.
- જીએમબી ખાનગી કંપનીઓની ભાગીદારી સાથે વિવિધ સ્થળો ઉપર મરિન શિપબિલ્ડિંગ પાર્ક (એમએસપી)ના સ્વરૂપે શિપયાર્ડ્સ વિકસાવવાના વ્યૂહને પ્રોત્સાહન આપી રહ્યું છે. દહેજ શિપબિલ્ડિંગ ક્લસ્ટર ખાતે પૂરજોશમાં શિપબિલ્ડિંગ ક્લસ્ટર વિકસાવાઇ રહ્યું છે. વધુમાં, જીએમબી જૂના ભાવનગર બંદર ખાતે પણ એમએસપી વિકસાવવાની યોજના ઘડી રહ્યું છે.
- આ ઉપરાંત એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મોડેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગુજરાત ઇન્ટીગ્રેટેડ મેરિટાઇમ કોન્પલેક્ષ પ્રાઇવેટ લિમિટેડ વગેરે દ્વારા ગુજરાતના વિવિધ સ્થળો ઉપર મૂડી રોકાણ ધરાવતા વિવિધ પ્રોજેક્ટ વિકસાવાઇ રહ્યાં છે.
- ગુજરાતના દરિયા કિનારા ઉપર નવા શિપયાર્ડ ક્લસ્ટર્સને વિકસાવવા માટે સ્થળોની પસંદગી કરવા માટે જીએમબી કન્સલ્ટન્ટ્સના મારફતે ટેક્નો-ઇકોનોમિક સ્ટડીઝ હાથ ધરવાની પ્રક્રિયામાં છે.