ખાનગી જેટ્ટીઓ
વિકાસ અંગેની ટૂંકા ગાળાની વ્યૂહરચનાના ભાગરૂપે, વર્તમાન બંદરની સુવિધા ખાનગી રોકાણ દ્વારા વિકાસ પામનાર ખાનગી કંપનીઓને આપવાની તત્પરતા દાખવવામાં આવી છે. ખાનગીકરણ માટેની સામાન્ય માર્ગદર્શિકા નીચે મુજબ છે:
- વાર્ફ/જેટ્ટી/જીએમબીના માલ ચડાવવાની જગ્યાની અપૂર્ણ કામગીરી
- પસંદગીની જગ્યાએ નવા વાર્ફ/જેટ્ટીઓના બાંધકામનું ખાનગીકરણ.
- કાર્યક્ષમતામાં વધારો કરવા ખાનગી રોકાણ દ્વારા કાર્ગોનું સંચાલન થાય તે માટે અદ્યતન યાંત્રિક સંચાલન પદ્ધતિનું સ્થાપન.
ખાનગી જેટ્ટીઓને તેમના રોકાણને આધારે 5 થી 25 વર્ષ માટેના ભાડાપટ્ટે પરવાનગી આપવામાં આવે છે.
પ્રોત્સાહકો
| પ્રોજેક્ટનું માળખું | બીઓટી (BOT) (સર્જન-સંચાલન-તબદીલ) |
| બંદરના દર | છૂટછાટ |
| કામગીરીની સ્વતંત્રતા | સંપૂર્ણ |
| છૂટછાટનો સમયગાળો | 5-25 વર્ષ |
હાલમાં 11 ખાનગી જેટ્ટીઓ કાર્યરત છે:
| ક્રમ. | ડેવલોપરનું નામ | સ્થળ |
| 1 |
જે.એમ. બક્ષી એન્ડ કં. | રોઝી પિઅર, બેડી |
| 2 |
શક્તિ ક્લિયરીંગ એજન્સી પ્રા. લી. | નવું બંદર, રોઝી |
| 3 | રૂચિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી. | રોઝી પિઅર, બેડી |
| 4 |
શાન્તિલાલ મલ્ટીપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી. | રોઝી પિઅર, બેડી |
| 5 | કોન્ટીનેન્ટલ વેરહાઉસિંગ કં. લી. | રોઝી પિઅર, બેડી |
| 6 |
સૌરાષ્ટ્રા સિમેન્ટ લી. | પોરબંદર |
| 7 |
જખૌ સોલ્ટ કં. પ્રા. લી. | જખૌ |
| 8 |
જયદીય અસોસિએટ્સ લી. | નવલખી |
| 9 | યુનાઇટેડ શીપર્સ લી. | નવલખી |
| 10 | શ્રીજી શિપીંગ સર્વિસીઝ પ્રા. લી. | નવલખી |
| 11 | ક્રિભકો (KRIBHCO) | હજીરા |
ભવિષ્યનું આયોજન–ખાનગી જેટ્ટીઓ:
- ડીએમસીસી(DMCC) ઓઇલ ટર્મીનલ્સ લી.એ નવલખી ખાતે બહુહેતુક ટર્મીનલ બનાવવાનું આયોજન કર્યું છે.
- રોઝી પિઅર, બેડી ખાતે ખાનગી રોકાણ દ્વારા 300 મીટરનું વોટરફ્રન્ટ પણ વિકસાવાઇ રહ્યું છે.
- મગદલ્લા, જુનું બંદર ભાવનગર અને વિક્ટર ખાતે ખાનગી જેટ્ટીઓના વિકાસનું આયોજન કરવામાં આવેલ છે.