| નામ | પેટ્રોનેટ એલએનજી લિમિટેડ, દહેજ એલએનજી ટર્મીનલ. |
| સ્થળઃ (જિલ્લા અને તાલુકાની વિગત સાથે સરનામું. અક્ષાંશ અને રેખાંશ) | પેટ્રોનેટ એલએનજી લિમિટેડ,
જીઆઇડીસી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ,
પ્લોટ નં. 7-એ, તાલુકાઃ વાગ્રા,
જિલ્લોઃ ભરૂચ, ગુજરાત – 392130. અક્ષાંશ : 21 40.43' N રેખાંશ : 072 30.60' E |
| સવલતનો પ્રકાર | ખાનગી જેટ્ટી |
|---|
| સવલતનો પ્રકાર | બારમાસ |
| તમારા દરિયાકાંઠાની સુવિધા અંગે ટૂંકાણમાં વર્ણન | પેટ્રોનેટ એલએનજી લિમિટેડનું દહેજ એલએનજી ટર્મીનલ દહેજ બંદરની દક્ષિણ દિશામાં આવેલું છે અને હાલમાં આયાત કરેલા એલએનજી માટે 2,20,000m3 (QFLex) સુધીના એલએનજી ટેન્કર્સના સંચાલન માટે ડિઝાઇન કરાયેલી આ એકમાત્ર જેટ્ટી છે. પ્રવર્તમાન જેટ્ટીની પાસે જ 500 મીટર નજીક બીજી એલએનજી જેટ્ટીનું બાંધકામ ચાલી રહ્યુ છે, જેથી જોખમોને ઘટાડી શકાય અને તેની 2,65,000 m3 (QMax) સુધીના એલએનજી ટેન્કર્સના સંચાલનની ક્ષમતા રહેશે.
વર્તમાન જેટ્ટીમાં સર્વિસ પ્લેટફોર્મ છે, જેમાં 3 સ્થાપિત એલએનજી અનલોડીંગ આર્મ્સ અને 1 વેપર રીટર્ન આર્મ છે, જેથી એલએનજી કાર્ગોને ડિસ્ચાર્જ કરી શકાય. સર્વિસ પ્લેટફોર્મ કાંઠા સાથે જોડાયેલું છે અને માર્ગની લંબાઇ 2.4 કિમી છે તથા વાહનની અવરજવરની સુવિધા પણ ઉપલબ્ધ છે. સર્વિસ પ્લેટફોર્મના ઉત્તર ભાગમાં બે મૂરીંગ ડોલ્ફિન્સ અને એક ડબલ બ્રેસ્ટિંગ ડોલ્ફિન છે. દક્ષિણભાગમાં બે બ્રેસ્ટિંગ અને ત્રણ મૂરીંગ ડોલ્ફિન્સ છે. ક્યુઆરએમએચ (QRMH) દરેક ડોલ્ફિન્સ ઉપર ગોઠવવામાં આવ્યું છે. સર્વિસ પ્લેટફોર્મ ઉપર દક્ષિણ બાજૂએ બ્રેસ્ટિંગ ડોલ્ફિન્સ ઉપર એક હાઇડ્રોલીક સંચાલિત ગેંગવે ટાવર આવેલો છે. |
| સહાયરૂપ ઉદ્યોગો અંગેની વિગતોઃ (જો લાગુ પડે તો) | ઉર્જા, ખાતર, સીટી ગેસ, પેટ્રોકેમ રિફાઇનરી વગેરે. |
|---|
| આયાત-નિકાસ થતી વસ્તુઓ | આયાત - લિક્વિફાઇડ નેચરલ ગેસ નિકાસ - લાગુ પડશે નહીં |
|---|
| વેસલ્સના પ્રકાર(શીપયાર્ડના કિસ્સામાં) | લાગુ પડશે નહીં |
|---|
| રેલ અને રોડ નેટવર્ક | લાગુ પડશે નહીં. |
|---|
| સ્ટીમરો સાથે સંદેશાવ્યવહાર | લાગુ પડશે નહીં. |
|---|
| ચાર્ટ્સ | ઇન્ડિયન ચાર્ટ્સ 2082 : દહેજ તરફ, દહેજ હાર્બર |
|---|
| એન્કરેજ | એલએનજી ટેન્કર્સના ઉપયોગ માટે એન્કરેજ ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે બર્થીંગ પહેલા અને પછી એન્કર કરશે. વેસલે એન્કરીંગ ટાળવું જોઇએ. જોકે, આમ કરવાની જરૂરિયાત સર્જાય તો એલએનજી ટેન્કર્સે નીચે દર્શાવેલા એન્કરેજ વિસ્તારમાં પેટ્રોનેટ જેટ્ટીના પશ્ચિમ તરફ એન્કર કરવું જોઇએઃ
નિયત એન્કરેજ વિસ્તાર:- અક્ષાંશ 21 43.30 ઉ, રેખાંશ 072 25.00 પૂ
- અક્ષાંશ 21 43.30 ઉ, રેખાંશ 072 28 50 પૂ
- અક્ષાંશ 21 35 00 ઉ, રેખાંશ 072 28 50 પૂ
- અક્ષાંશ 21 35 00 ઉ, રેખાંશ 072 25.00 પૂ
પ્રતિબંધિત એન્કરેજ વિસ્તાર:જહાજોએ નીચે મૂજબના પૂર્વ વિસ્તારમાં એન્જરેજ કરવાનું રહેશે નહીં. - અક્ષાંશ 21 35.00 ઉ, રેખાંશ 072 28.50 પૂ
- અક્ષાંશ 21 43.30 N, રેખાંશ 072 28.50 પૂ
માસ્ટર્સને સલાહ આપવામાં આવે છે કે ખંભાતના અખાતમાં ભારે ભરતી આવે છે અને એન્કરિંગ કરતી વખતે વિશેષ કાળજી રાખવી જરૂરી છે. મરીન એન્જિનિયર્સ સાથે મળીને એન્કરેજ ઉપર નિયમિત અને યોગ્ય રીતે દેખરેખ રાખવી જોઇએ. ભરતીમાં દરેક સમયે ફેરફાર પ્રમાણે વલણ અપનાવવા માટે બીજા એન્કરના ઉપયોગ ધ્યાને રાખવો જોઇએ. |
|---|
| ડ્રાફ્ટ (બર્થીંગ માળખું, ટર્નિંગ સર્કલ અને ચેનલ ઉપર) | 12.7 મીટરની ઉંડાઇએ રહેલા જહાજ ઉપર ચાર્ટ ડેટુમમાં કીલ ક્લિઅરન્સ માટે જેટ્ટી ઉપર પૂરતું પાણી જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવું જોઇએ. |
|---|
| પાઇલોટેજ | દહેજ એલએનજી ટર્મીનલના ઉપયોગ દરમિયાન તમામ વેસલ્સ માટે પાઇલોટેજ ફરજિયાત છે. પાઇલોટ જેટ્ટીના 2-3 nm SWની સ્થિતિ ઉપર HW/LWના બે કલાક પહેલાં વેસ્સલને બોર્ડ કરશે. પાઇલોટ કરતી વખતે વેસલની ઝડપ 5 કેનોટ્સથી ઓછી રાખવાની રહેશે. |
|---|
| દરિયાઇ લાક્ષણિકતાઓ) એચએચડબલ્યુ (HHW), એમએચએચડબલ્યુ (MHHW), એમએલએચડબલ્યુ (MLHW), એમએચએલડબલ્યુ (MHLW), એમએલએલડબલ્યુ (MLLW), એમએસએલ (MSL) –મીટર્સમાં | હાઇએસ્ટ એસ્ટ્રોનોમિકલ ટાઇડ (HAT) : +10.800 m
હાઇએસ્ટ વોટર સ્પ્રિંગ (HHWS) : +10.200 m
મીન સી લેવલ (MSL) : + 5.100 m
લોવેસ્ટ લો વોટર સ્પ્રિંગ (LLWS) : + 0.700 m
લોવેસ્ટ એસ્ટ્રોનોમિકલ ટાઇડ (LAT) : 1.000 m |
|---|
| હાર્બરની રચના: તેમાં જેટ્ટીઓ/બર્થ્સ, જેટ્ટીઓની લંબાઇ અને પહોળાઇની વિગતોનો | દહેજ એલએનજી ટર્મીનલ ઉપર હાલમાં એક એલએનજી જેટ્ટી છે, જેમાં સર્વિસ પ્લેટફોર્મ, ચાર બ્રેસ્ટિંગ ડોલ્ફિન્સ અને પાંચ મૂરિંગ ડોલ્ફિન્સનો સમાવેશ થાય છે. જેટ્ટી 2.4 કિમીના માર્ગ સાથે કિનારા સાથે જોડાયેલી છે.
જેટ્ટી 320 મી સુધીના એલઓએ (LOA)ના એલએનજી ટેન્કર્સ માટે સુવિધા ઉપલબ્ધ કરાવી શકે છે.
વર્તમાન જેટ્ટીની પાસે દક્ષિણ બાજૂએ 500 મીટર દૂર પીએલએલની બીજી એલએનજી જેટ્ટીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને તે વર્ષ 2014ના પ્રથમ અર્ધવાર્ષિકગાળાથી કાર્યરત થવાની અપેક્ષા છે. |
|---|
| દિશાસૂચન માટેના સાધનો | ખંભાતના અખાતમાં ચાર બાહ્ય એપ્રોચીસ, નર્મદા ચેનલ તરીકેની એક ચેનલની એલએનજી ટેન્કર્સના ઉપયોગ માટે ઓળખ કરવામાં આવી છે.
આ ચેનલ9 બોયુ સાથે માર્ક કરવામાં આવી છે (1 ફેરવે બોયુ + 8 ચેનલ બોયુ). આઇએએલએ (IALA) ધોરમો પ્રમાણે બોયુને ગોઠવાવમાં આવ્યાં છે.
એલએનજી જેટ્ટીના આંતરિક એપ્રોચીસમાં ઓપન વોટર્સ અને દિશાસૂચન માટેના સાધનોનો સમાવેશ થાય છે. આ એપ્રોચીસ લુહારા લાઇટ હાઉસ અને લુહારા પોઇન્ટર ઉપર રાકોન્સ તથા પિરામ આઇલેન્ડ અને ગોપનાથ પોઇન્ટ 3 ઉપર આ એપ્રોચીસ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. |
|---|
| યાંત્રિક સવલતો અને સાધનો | દહેજ સુવિધા એલએનજી ટેન્કર્સના બર્થીંગ/અનબર્થીંગ તથા એલએનજી અનલોડીંગ માટે આંતરરાષ્ટ્રીય ધોરણો મૂજબની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. કેટલાંક મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓ અને ઉપકરણોની વિગતો નીચે મૂજબ છે.- ટગ્સઃ ટર્મીનલ ખાતે એલએનજી ટેન્કર્સના બર્થીંગ/અનબર્થીંગ તથા આપાતકાલીન સ્થિતિના સંચાલન માટે કુલ 220 ટનની બોલાર્ડ પુલ ક્ષમતા ધરાવતા ચાર ટગ્સ છે.
- ફેન્ડર્સઃ એલએનજી જેટ્ટી ઉપર ચાર સુપર સેલ ફેન્ડર્સ છે અને પ્રત્યેક બ્રેસ્ટલીંગ ડોલ્ફિન છે. દરેક ફેન્ડરની ક્ષમતા 375 ટન છે.
- બર્થ સહાય અને સિસ્ટમઃ જેટ્ટી ડોક કરાતા એલએનડી ટેન્કરની બર્થીંગ ઝડપ, અંતર અને એલએનજી ટેન્કરના બર્થીંગ એન્ગલને ટ્રેક કરવા માટે લેસર ડોકિંગ સિસ્ટમથી સજ્જ છે. મૂરીંગ ડોલ્ફીન્સ ઉપર મૂકાયેલા બે વિશાળ ડિસ્પ્લે ઉપર આ બાબતોને ડિજિટલ રીતે દર્શાવવામાં આવે છે અને સમુદ્રમાં 300 મીટરના અંતરેથી પણ તેને જોઇ શકાય છે.
- ક્વિક રીલીઝ મૂરીંગ હુક્સ (QRMH) : ક્યુઆરએમએચ (QRMH) દરેક ડોલ્ફિન ઉપર ગોઠવવામાં આવ્યાં છે. બીડીને ડબલ હૂક ક્યુઆરએમએચ (QRMH) એસેમ્બલીથી સજ્જ બનાવવામાં આવ્યાં છે અને એમડી ચારગણા હૂક ક્યુઆરએમએચ (QRMH) એસેમ્બલીથી સજ્જ કરવામાં આવ્યાં છે. પ્રત્યેક ક્યુઆરએમએચ (QRMH) એસેમ્બલીમાં મૂરીંગ કેપસ્ટન અને દરેક મૂરીંગ હૂક ઉપર લોડ પીન હોય છે, જેનાથી તે જહાજની મૂરીંગ લાઇન્સ ઉપરના તણાવ ઉપર દેખરેખ રાખી શકે છે. ક્યુઆરએમએચ (QRMH)ને સ્થાનિક સ્તરે, જાતે અને દૂર રહીને રીલીઝ કરી શકાય છે.
- સીટી વિન્ચિસ (ગરગડી) :જહાજોને વધારાની સુરક્ષા પૂરી પાડવા માટે કાંઠા ઉપરથી પૂરક મૂરીંગ લાઇન્સ ઉપલબ્ધ કરાવવા માટે મૂરીંગ ડોલ્ફિન્સ ઉપર ચાર હાઇડ્રોલિક દ્વારા સંચાલિત અને સતત દેખરેખ રાખી શખે તેવી મૂરીંગ વિન્ચિસની ગોઠવણ કરવામાં આવી છે.
- એમએલએમએસ (MLMS) :આ ટર્મીનલ મૂરીંગ લોડ મોનીટરીંગ સિસ્ટમ (MLMS)થી સજ્જ છે અને આવનારા ટેન્કર્સને તેમના મૂરીંગ લાઇન ટેન્શન ઉપર દેખરેખ રાખવા માટે ટર્મીનલ દ્વારા કેરીઓનબોર્ડ લેપટોપ આપવામાં આવે છે.
- અનલોડીંગ આર્મ્સ: જેટ્ટી ઉપર ત્રણ અનલોડીંગ આર્મ્સ ગોઠવવામાં આવ્યાં છે અને 1 એનજી (NG) લોડીંગ આર્મ ઉપર પ્રતિકલાકે મહત્તમ એલએનજી અનલોડીંગનો દર 12,000 m3 છે. આપાતકાલીન પરિસ્થિતિમાં આર્મ્સને ડ્રેઇન કર્યા વિના ઝડપથી અલગ કરવા માટે પાવર્ડ ઇમરજન્સી કોપ્લર (PERC) સાથે દરેક આર્મ ઉપર ક્વિક કનેક્ટ/ડિસકનેક્ટ કપલીંગ (QC/DC) ગોઠવવામાં આવ્યાં છે. આર્મ એસેમ્બલીની સાથે જહાજની વધારાની હિલચાલ (સર્જ/સ્વે/ડ્રીફ્ટ) આવવું ઉપર દેખરેખ રાખવા અને ઓપરેટરને ચેતવણી આપવા માટે પોઝિશન મોનીટરીંગ સિસ્ટમ (PMS) પણ ગોઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત પીએમએસ (PMS) સિસ્ટમ ઇમરજન્સી શટડાઉન સીસ્ટમ (ESD) સાથએ પણ જોડી દેવામાં આવી છે. જ્યારે આર્મ્સ ચોક્કસ રેન્જ કરતાં વધુ હિલચાલ કરે ત્યારે તે આપમેળે શરૂ થઇ જાય છે.
- ગેંગવે : ટર્મીનલ ઉપર સ્વચલિત ગેંગવે છે, જેમાં ટેલીસ્કોપીક લેડર અને સેલ્ફ લેવલીંગ સ્ટેપ્સ છે. ગેંગવેમાં ફ્રીવ્હીલ મોડ છે, જે જહાજની તમામ હિલચાલને આપમેળે અનુસરવાની સુવિધા ઉપલબ્ધ કરાવે છે.
|
|---|
| ટ્રાન્ઝિટ શેડ્સ અને ગોડાઉન્સ | શોર ટેન્ક્સમાં એલએનજી જહાજો દ્વારા અનલોડ કરાયેલા એલપીજીનો સંગ્રહ કરવામાં આવે છે. પ્લાન્ટ વિસ્તારમાં ચાર એલએનજી સંગ્રહ ટેન્ક્સ છે અને દરેકની ક્ષમતા 1,48,000 એમ3 છે. |
|---|
| ભવિષ્યના વિકાસ આયોજનો | વર્તમાન એલએનજી જેટ્ટીની દક્ષિણ બાજૂએ 500 મીટરની બીજી એલએનજી જેટ્ટીના બાંધકામની કામગીરી ચાલી રહી છે અને વર્ષ 2014ના પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં કામગીરી શરૂ થઇ જવાની અપેક્ષા છે. |
|---|
| વેબસાઇટ | www.petronetlng.com |
|---|
| સંપર્ક અંગેની માહિતી | નામ : કેપ્ટન. હેમંત કુમાર વર્મા હોદ્દો : બંદર કામગીરીના વડા
ફોન : (ઓ) +91 2641 300321, (મો) +91 9662526272
ફેક્સ : +91 2641 300310
ઇમેઇલ : hkvarma@petronetlng.com, shipping@petronetlng.com |