મુન્દ્રા પોર્ટ
ગુજરાત સરકાર અને અદાણી જૂથની સંયુક્ત સાહસ કંપની અદાણી પોર્ટ એન્ડ સેઝ (અગાઉ જીએપીએલ (GAPL) તરીકે ઓળખાતી) મારફતે મુંદ્રા બંદરને વિશ્વ સ્તરીય વાણિજ્યિક બંદર તરીકે વિકસાવવા માટે હાથ મીલાવ્યાં છે. મેસર્સ અદાણી કન્ટેનર ટર્મીનલ લિમિટેડ દ્વારા એક 632મી કન્ટેનર વોર્ફ વિકસાવવામાં આવ્યું છે અને જુલાઇ, 2003થી કન્ટેનર સંચાલનની કામગીરીનો પ્રારંભ કરી દેવાયો ચે. મેસર્સ એમઆઇસીટીએલ (MICTL) હવે આ કન્ટેનર ટર્મીનલનું સંચાલન કરે છે. વિકાસના પ્રથમ તબક્કાના ભાગરૂપે કુલ 815 મીટર લાંબી જેટ્ટી, 15મીટર ઉંડા પાણીમાં 4 બહુહેતુક બર્થ્સનું બાંધકામ કરવામાં આવ્યું છે. એક એસબીએમ (SBM) આઇઓસીએલ (IOCL)ની રિફાઇનરી માટે આયાત કરાયેલા પેટ્રોલિયમ કાર્ગો/ ક્રૂડનું સંચાલન કરે છે.
કંપનીએ મુંદ્રા બંદરના વિકાસના બીજા તબક્કાના અમલીકરણની યોજના ઘડી છે, જેમાં પશ્ચિમી બંદર, દક્ષિણ બંદર અને ઉત્તર દિશા તરફના બંદરનો સમાવેશ થાય છે. વિકાસના બીજા તબક્કામાં આશરે 26 બર્થ્સ અને 3 એસબીએમ (SBMs)નો વિકાસ કરવામાં આવશે, જેની ક્ષમતા આશરે 160 એમએમટીપીએ (MMTPA) રહેશે અને તે વિવિધ પ્રકારના કાર્ગોનું સંચાલન કરી શકશે.
બંદર અંગેની વધુ માહિતી મેળવા માટે ક્લિક કરો અને જૂઓઃ અદાણી પોર્ટસેન્ટ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ – મુંદ્રા
પશ્ચિમ દિશાના બંદરની યોજના અંતર્ગત વાંઢ ખાતે અલ્ટ્રા મેગા પાવર પ્લાન્ટ (UMPP) પ્રોજેક્ટ માટે કોલસો કાર્ગો વહનના માટે સમર્પિત બંદર સુવિધાઓ વિકસાવવામાં આવી છે. દક્ષિણ દિશાના બંદર માટે બે બહુહેતુક અને એક કન્ટેનલ ટર્મીનલની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે અને તેની કામગીરી પણ શરૂ થઇ ગઇ છે. ક્રૂડના સંચાલન માટે મેસર્સ એચપીસીએલ મિત્તલ પાઇપલાઇન લિમિટેડે એસબીએમ એન્ડ કં. (SMB & CoT)ની સ્થાપના કરી છે, જેથી સબ કન્સેસન હેઠળ પંજાબની ભટીંડા રિફાઇનરી માટે ક્રૂડની આયાત કરી શકાય. કન્ટેનર – ૩ ટર્મીનલ વિકસાવવામાં આવ્યું છે અને મેસર્સ અદાણી ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મીનલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સબ-કન્સેસનમાં તેની કામગીરી શરૂ કરાઇ છે. કન્ટેનર ટર્મીનલ – ૪ માટે મેસર્સ અદાણી સીએમએ મુંદ્રા ટર્મીનલ પ્રાઇવેટ લિમિટેડના સબ-કન્સેશનરી તરીકેની દરખાસ્તની સ્વિકૃતિ માટે ગુજરાત સરકારની મંજૂરી માગવામાં આવી છે. બાકીના વિકાસની યોજનાઓની કામગીરી પ્રગતિમાં છે અને તેની તબક્કાવાર કામગીરી શરૂ કરાઇ છે.
એપીએસઇઝેડએલ (APSEZL)એ 57 કિમી લાંબી બ્રોડગેજ લીંક સ્થાપી છે, જે વર્ષ 2002થી કાર્યરત છે. બંદર ડબલ-સ્ટેક્ડ કન્ટેનર ટ્રેન્સના સંચાલન માટેની સુવિધાઓ પણ ધરાવે છે.
બંદર અંગેની વધુ માહિતી મેળવા માટે ક્લિક કરો અને જૂઓઃમુંદ્રા ખાતે વિશ્વ સ્તરીય પોર્ટ સિટીનો વિકાસ
અન્ય ગ્રીનફીલ્ડ પોર્ટ