| એન્જિનીયરીંગ | જી.એમ.બી. ખાતે સિવીલ એન્જિનીયરીંગ કામગીરીનું અમલીકરણ આ વિભાગની મુખ્ય કામગીરી છે. તેઓ વિશેષ પ્રોજેક્ટ્સ (જેમ કે રો-પેક્ષ ફેરી પ્રોજેક્ટ વગેરે)ની દેખરેખ અને અમલીકરણની કામગીરી પણ કરે છે. |
| માનવ સંશાધન | આ વિભાગ મુખ્યત્વે કર્મચારીઓની લગતી બાબતો તથા ભરતી, તાલીમ અને ખાનગી અહેવાલો વગેરે જેવી વહીવટી બાબતોને લગતી કામગીરી માટે જવાબદાર છે. |
| નાણાં અને હિસાબી વિભાગ | આ વિભાગ પ્રાથમિક ધોરણે સંસ્થાની બધી જ નાણાકીય બાબતો માટે જવાબદાર છે. તેઓને અંદાજપત્ર તૈયાર કરવું, ભંડોળની વહેંચણી અને અન્ય સંચાલન જેવી જવાબદારી પણ આપેલી છે. |
| નોટિકલ | નોટિકલ વિભાગ આપત્તિ વ્યવસ્થાપન, પ્રદૂષણ નિયંત્રણ અને દરિયા ખેડાણના મુદ્દાઓ પર કામગીરી કરે છે. તે રાજ્યના વિવિધ બંદરો પર આઇ.વી. એક્ટ, આઇ.એમ.ઓ. રેગ્યુલેશન્સ વગેરેના અમલીકરણ માટે પણ કાર્ય કરે છે. |
| મિકેનીકલ | મિકેનીકલ પ્રોજેક્ટ્સના અમલીકરણની પ્રાથમિક જવાબદારી જેમાં પ્રોક્યોરમેન્ટ અને ડિસ્પોઝલનો પણ સમાવેશ થાય છે. તેઓ જી.એમ.બી.ના મિકેનીકલ તથા ઇલેક્ટ્રીકલ સાધનો/મિલકતોની નિયમિત ધોરણે મરામત પણ હાથ ધરે છે. |
|---|
| ડ્રેજિંગ | જી.એમ.બી. બંદરો પર ડ્રેજિંગ કામગીરી માટે જવાબદાર વિભાગ. તેઓ જી.એમ.બી.ના ડ્રેજર્સ અને ડ્રેજિંગ કરવાના સાધનોની નિયમિત ધોરણે જાળવણી અને મરામત હાથ ધરે છે. |
|---|
| આઈ.ટી. | જી.એમ.બી. ખાતે કોમ્પ્યુટર અને સિસ્ટમ સંબંધિત બાબતો માટે જવાબદાર વિભાગ. તેઓ જી.એમ.બી.ના બંદરો માટે કોમ્પ્યુટર્સની ખરીદી, સોફ્ટવેર (આઇપીએમએસ, તાતા ઇ-એક્સ વગેરે)ના ઇન્સ્ટોલેશનની કામગીરી પણ સંભાળે છે. |
|---|
| વ્યાપાર વિકાસ સેલ | ટ્રાફિક ટ્રાફિકની આંકડાકીય વિગતો એકઠી કરવા અને એસ.ઓ.પી.સી. નક્કી કરવાની પ્રાથમિક જવાબદારી. ટ્રાફિક શાખાની છે. તેમજ જી.એમ.બી.ના પ્લોટ્સ, ગોડાઉન્સ વગેરેને ભાડાપટ્ટે આપવાની પરવાનગી પણ આપે છે. જન-સંપર્ક જન-સંપર્ક વિભાગ રોડ શો, પ્રેસ, મિડીયા કન્ટેન્ટ જેવી જન-સંપર્ક અને માર્કેટીંગને લગતી પ્રવૃત્તિનું સંચાલન કરે છે. તેઓ જી.એમ.બી. દ્વારા આયોજિત રોકાણકારો/હિસ્સેદારો સંબંધિત કાર્યક્રમો, એક્ઝિબીશન્સ, કોન્ફરન્સીસ અથવા સેમિનારોના આયોજન પર દેખરેખ રાખે છે. |
| પ્રોજેક્ટ્સ | આ વિભાગ પ્રાથમિક રીતે બધા જ સિવીલ અને મિકેનીકલ પ્રોજેક્ટ્સની દેખરેખ અને વ્યવસ્થા માટે જવાબદાર છે. આ પ્રોજેક્ટ્સ ઉપરાંત વિભાગ સ્ટ્રેટીજીક સેલની રચના પણ કરે છે જે ઘણા વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સને સંબંધિત કામગીરી પણ હાથ ધરે છે. |
|---|
| ખાનગીકરણ | ખાનગીકરણ વિભાગ ગ્રીનફીલ્ડ બંદરો/ખાનગી જેટ્ટીઓ/ સ્વવપરાશ માટેની જેટ્ટીઓ/ શીપયાર્ડ્સ વગેરેના જાહેર-ખાનગી ભાગીદારી દ્વારા વિકાસ અંગેની પ્રવૃત્તિનું સંચાલન કરે છે, જેમાં શક્યતાદર્શી અભ્યાસ હાથ ધરવો, બિડીંગ, ડી.પી.આર.ની મંજૂરી, કન્સેશન એગ્રીમેન્ટ મંજૂરી વગેરેનો સમાવેશ થાય છે. |
| પર્યાવરણ શાખા | પર્યાવરણ શાખા બંદરો માટે પર્યાવરણને લગતી બધી જ બાબતો માટે જવાબદાર છે, જેમાં અભ્યાસ હાથ ધરવા, પર્યાવરણ અને વન મંત્રાલય/ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથે સંપર્ક સાધી જી.એમ.બી. પર્યાવરણને લગતા કાયદાઓના પાલનની ખાતરીનો સમાવેશ થાય છે. |
| અલંગ | અલંગ અને સચાણા ખાતે શીપ રિસાઇકલીંગ યાર્ડ્સમાં શીપ રિસાઇકલીંગ પ્રવૃત્તિ માટે શીપ બ્રેકિંગની શરતો અને નિયંત્રણોના અમલ માટે જવાબદાર. |