દહેજ પોર્ટ
GMB
GMB
ભારત સરકારની માલીકીની ઓઇલક્ષેત્રની કંપનીઓ વચ્ચેના સંયુક્ત સાહસથી મેસર્સ પેટ્રોનેટ એલએનજી લિમિટેડ (PLL)ની રચના કરવામાં આવી છે, જેણે દહેજ ખાતે ટર્મીનલ વિકસાવ્યું છે અને તે ફેબ્રુઆરી, 2004થી કાર્યરત છે. ભારતમાં આ સૌપ્રથમ એલએનજી ટર્મીનલ હતું. ટર્મીનલની ક્ષમતા 5 એમએમટીપીએ (MMTPA) છે. કંપનીએ બંદર ખાતે બે ટેન્ક્નો ઉમેરો કરીને એલએનજી સંગ્રહ સુવિધાઓનું વિસ્તરણ હાથ ધર્યું છે, જેનાથી આશરે 10 એમએમટીપીએ (MMTPA)ના સંગ્રહ તથા રી-ગેસીફિકેશન ક્ષમતાનો લાભ મળી રહેશે. કંપનીએ બીજું એલએનજી બર્થ પણ વિકસાવ્યું છે, જેનાથી બંદરની ક્ષમતામાં આશરે 12.5 એમએમટીપીએ (MMTPA) નો વધારો થશે.
બંદર અંગેની વધુ માહિતી મેળવવા માટે ક્લિક કરો અને જૂઓઃપેટ્રોનેટ એલએનજી લિમિટેડ
કંપનીને મેસર્સ અદાણી પેટ્રોનેટ (દહેજ) પ્રાઇવેટ લિમિટેડને સાથે અદાણી જૂથ અને પેટ્રોનેટનું એસપીવી (SPV) - સબ-કન્સેશન કરાર અંતર્ગત સોલીડ કાર્ગો પોર્ટ ટર્મીનલ (SCPT) વિકસાવવાના અધિકારો આપવામાં આવ્યાં છે. અંદાજે 460 મીટર લાંબા બે બર્થ્સના બાંધકામની કામગીરી પૂર્ણ કરી લેવાઇ છે અને તે વર્ષ 2011-12માં કાર્યરત થઇ ગયું છે. ટર્મીનલની વર્તમાન ક્ષમતા 3 એમએમટીપીએ (MMTPA) છે અને તેની ભવિષ્યમાં ક્ષમતા 12 એમએમટીપીએ (MMTPA) સુધી વધારી શકાશે.
બંદર અંગેની વધુ માહિતી મેળવવા માટે ક્લિક કરો અને જૂઓઃ સોલિડ કાર્ગો પોર્ટ ટર્મિનલ, દહેજ
અન્ય ગ્રીનફીલ્ડ પોર્ટ