ભાવનગર બંદર ખંભાતના અખાત પશ્ચિમ દરિયાઇ પટ્ટા પર સ્થિત થયેલ છે અને તે બારમાસી બંદર છે. જેમાં બંદર ઉપર ચાર મીટર ઊંડાઇના પાણી મળે છે. જેને લીધે મધ્યમ કક્ષાના જહાજો સીધા લાંગરી શકાય છે. ભરતીના નિયંત્રણ માટે લોકગેટની સુવિધા આવેલ છે.